આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.

Tuesday, 21 November 2017

♥ બહારથી નક્કર દેખાતો વાંસ અંદરથી પોલો કેમ હોય છે? ♥

વાંસ હકીકતમાં અંકુરમાંથી વિકાસ પામતા હોય છે. તમે એક વાંસને વચ્ચેથી કાપશો તો એમાં રહેલા અનેક સાંધા એકબીજાની અડોઅડ દેખાશે. વાંસનો અંકુર જ્યારે વિકાસ પામે છે ત્યારે અંકુર પહોળા થવાની જગ્યાએ એના સાંધાઓની વચ્ચેનું અંતર વધતું જાય છે. આ કારણે વાંસ જ્યારે લાંબા થાય છે ત્યારે એની વચ્ચેના સાંધાઓના વધતાં જતાં અંતરના કારણે એ પોલો થતો જાય છે. આમ, બહારથી નક્કર દેખાતો વાંસ અંદરથી પોલો હોય છે.

♥ નાનાં જીવજંતુને મગજ હોય છે! કેવું હોય છે? ♥

જીવજંતુને મગજ હોય છે, પણ ઘણું નાનું હોય છે. તેમાં હલનચલન કરનારા અવયવોને સૂચના આપવા માટે મગજ જરૃરી હોય છે. તેમનામાં જ્ઞાનતંતુનું નેટવર્ક પણ સાવ સરળ અને નહીંવત્ હોય છે. સામાન્ય રીતે જીવડાનું જ્ઞાનતંત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. મગજનું જોડાણ તેની છાતીનાં અનેક કેન્દ્રો સાથે જોડાયેલું હોય છે. જ્ઞાનકેન્દ્રમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ શરીરના વિવિધ ભાગ તરફ પ્રસરેલા હોય છે. જીવડાનું જ્ઞાનતંત્ર આગળના ભાગે પ્રાથમિક મગજ ધરાવે છે. જંતુશાસ્ત્રીઓ આ ભાગને મગજના ચેતાકંદ તરીકે ઓળખાવે છે. આ ભાગ તેની ઘ્રાણેન્દ્રિય, આંખો અને સ્પર્શકો સાથે જોડાયેલો હોય છે. મગજનું જોડાણ છાતીમાં અસંખ્ય કેન્દ્રો સાથે હોવાથી સૂચના આખા શરીરના અવયવોમાં પહોંચે છે.

♥ સીડર વેક્ષવીંગ ♥

TO SEE OR DWNLD THE VIDEO CLICK HERE

♥ પપફીશ ♥

🐟  VIDEO 🐟

(1) DEVILS HOLE PUPFISH

(2) DESERT PUPFISH

Sunday, 29 October 2017

♥ આચાર સંહિતા એટલે શું ? ♥

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો અને સરકારનાં પ્રધાનોએ તેનું પાલન કરવાનું હોય છે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા અધિકારીઓ તમામનાં આચરણ પર ચાંપતી નજર રાખે છે.

આદર્શ આચાર સંહિતા એટલે શું ? આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે છે.

💁🏻શા માટે આચારસંહિતાની જરૂર?

ચૂંટણી દરમિયાન શાસક પક્ષ કે ગઠબંધન સહિત તમામ પક્ષોને ચૂંટણી લડવા માટે સમાન તક મળે તે માટે આચારસંહિતા ઘડવામાં આવી છે. રાજકીય પક્ષો વચ્ચે તણાવ-ઝગડાં કે ઝપાઝપી ટાળવા માટે, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજય તે માટે તેનું પાલન કરાવવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્યની શાસક પાર્ટી તેની સત્તાવાર સ્થિતિનો ચૂંટણી દરમિયાન દુરૂપયોગ ન કરે, તે માટે આચારસંહિતા જરૂરી છે.

વર્ષ 2000માં એક વિવાદ થયેલો. આદર્શ આચારસંહિતા ક્યારથી અમલી બને? તે મુદે વિવાદ થયેલો. ચૂંટણી પંચનો અભિપ્રાય હતો કે, ચૂંટણીની તારીખો જાહેર થાય કે તૂર્ત જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય. ચૂંટણી પંચનાં આ નિર્દેશની સામે એનડીએ સરકારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવેલાં. સરકારનો તર્ક હતો કે, જે તબક્કાનું ચૂંટણી જાહેરનામું બહાર પડે, ત્યારબાદ જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થવો જોઈએ. આ અંગે ચૂંટણી પંચ દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સર્વાનુત્તે નક્કી કરવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવે, તે સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી બની જાય.

રાજકીય પક્ષો અને તેનાં નેતાઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ, ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનો પર આચારસંહિતા લાગૂ પડશે. મોદીએ તેમની વિવેકાનંદ યાત્રાને મોકૂફ કરી દેવી પડશે.ચૂંટણી પંચની મંજૂરી વગર કોઈ અધિકારીની બદલી નહીં થઈ શકે. તેઓ સરકારી વહીવટીતંત્ર કે સરકારી કર્મચારીઓનો ઉપયોગ ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે ન કરી શકે. ઉડ્ડાણો માટે હેલિપેડ્સ અને હવાઈ પટ્ટીઓ, જાહેર સભા માટે સાર્વજનિક સ્થળોનો ઉપયોગ તમામ રાજકીય પક્ષોને સમાનપણે કરવા દેવો પડે છે. તમામ રાજકીય પક્ષોને સમાન પ્રકારની શરતો અને જોગવાઈઓનાં આધારે સ્થળ આપવું પડે છે. જે નિયમો વિપક્ષને લાગૂ પડે છે, તે જ નિયમો શાસક પક્ષને પણ લાગૂ પડે છે.

કોઈપણ પ્રધાન કે સત્તામંડળ સેન્ક્શન ગ્રાન્ટ, અને વિવેકાધિન ફંડમાંથી ચૂકવણું નહીં કરી શકે. ચૂંટણી પંચે તારીખો જાહેર કરી ત્યારથી જ આ જોગવાઈઓનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્યપ્રધાન કે અન્ય કોઈ પ્રધાન જાહેર પ્રજાનાં ખર્ચે કોઈ જાહેરાત પ્રકાશિત ન કરાવી શકે. સરકારી પ્રસાર અને પ્રચાર માધ્યમોનાં ઉપયોગ પર પણ નિયંત્રણ આવી જાય છે. પ્રધાનો લોકો માટે કોઈ વચન કે નાણાકીય ફાળવણી ન કરી શકે. તેઓ કોઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ન કરી શકે તથા ખાતમૂહર્ત પણ ન કરી શકે. સરકારી સ્થાયી કે હંગામી નિમણૂંકો ન થઈ શકે તથા આ માટે પ્રક્રિયા પણ હાથ ન ધરી શકાય.