આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 30 March 2014

♥ દેશ વિદેશની અવનવી વાતો ♥

* ફિનલેન્ડ સૌથી વધુ તળાવવાળો દેશ છે.
ત્યાં નાનેં મોટાં ૬૦૦૦૦ તળાવો છે.

* આઇસલેન્ડ એ ફાયર એન્ડ આઇસનો દેશ છે.
તેમાં ૧૨૦ કરતાં વધુ હિમનદીઓ છે અને ૨૦૦
જેટલા જ્વાળામુખી પણ છે.

* યમુના ન્યુ ગિઆનામાં જુદી જુદી ૮૦૦
ભાષાઓ બોલાય છે.

* ઓસ્ટ્રેલિયામાં આવેલો ૧૦૦૦૦ ચોરસ
મીટરનો મેદાનનો વિસ્તાર એવો છે કે
જ્યાં એક પણ વૃક્ષ નથી.

* માણસના પૂર્વજનું સૌથી જુનું ૩૭ લાખ
વર્ષ જૂનું હાડપિંજરનું અશ્મિ ઇથિયોપિયામાંથી મળી આવેલું છે.

* વિશ્વમાં સૌથી વધુ ગીચ
વસતી મોનાકોમાં છે જ્યાં દર ચોરસ
કિલોમીટરે ૧૬૦૦૦ લોકો વસે છે.

* ઇટાલીનું વેનિસ શહેર નાના- નાના ૧૧૮
ટાપુઓ પર વસેલું છે. લોકો હોડીઓ
દ્વારા આવજા કરે છે. આ શહેરમાં ૪૦૦
જેટલા પૂલો છે.

* વેટિકન વિશ્વનો સૌથી નાનો દેશ છે.
જેનું ક્ષેત્રફળ માત્ર ૦.૪૪ કિલોમીટર છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.