આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 24 April 2014

♥ જાણવા જેવું ♥

Thnx to www.dnvpviradiya.blogspot.in

છીંક ખાવાથી મગજનાં કેટલાક સેલ
મરી જાય છે એટલે લોકો છીંક
આવતા ‘ખમ્મા’ અથવા ‘શ્રીજી બાવા’
એવું કાંઈક બોલે છે.

• શરીરમાં રક્તકણો …લાલ કણો 20 જ
સેકેંડમાં પૂરા શરીરમાં ફરી વળે છે.

• ગાયના દૂધને પચાવતા પેટને
પચાવતા પેટને એક કલાક લાગે છે.

• શરીરમાં ફક્ત આંખની કીકી જ એક
એવી છે કે એને લોહી પહોંચતું નથી.

• માણસ બોલે છે ત્યારે
શરીરના જુદાજુદા 72 મસલ્સ કામ કરે છે.

• આપણા શરીરમાંથી દર સેકેંડે
1/50/00/000 રક્તકણો નાશ પામે છે.

• અમદાવાદને ‘માંચેસ્ટર ઑફ ઈંડિયા’નું
બિરુદ મળ્યું હતું.એક સિગરેટ
પીવાથી માનવીનું સરેરાશ આયુષ્ય
સાડા પાંચ મિનિટ જેટલું ઘટી જાય છે.

• રશિયાએ ‘સ્પુટનિક’ નામનો કૃત્રિમ
ઉપગ્રહ પ્રથમવાર
અવકાશમાં મોકલ્યો હતો.

• ઍરોપ્લેનની શોધ 1903માં થઈ હતી.

• સ્વ. ચરણસિંહની સમાધિ ‘કિસાન ઘાટ’
ના નામે જાણીતી છે.

• ‘બરફ્ની હૉકી’ કૅનેડાની રાષ્ટ્રીય રમત
છે.

• ગુરુને 12 ઉપગ્રહ છે.

• સ્પેન દેશમાં કાપડ પર સમાચાર પત્ર
બહાર પાડવામાં આવે છે.

• ભારતનું સૌથી જૂનું ચર્ચ પલપુર-
કેરાલામાં આવેલું છે.

• ઈંદિરા ગાંધી અને ઝુલ્ફીકાર
ભુત્તો વચ્ચી સિમલામાં શંતિ કરાર
થયા હતા.

• ‘ઈંડિયન નેશનલ કૉંગ્રેસ’
સૌથી જૂની રાજકીય પાર્ટી છે.

• ‘વ્હીલર’ ચેઈન બુકશોપ 253 રેલ્વે સ્ટેશન
પર જોવા મળે છે.

• ભારતમાં પ્રથમ
એસ.ટી.ડી.ની સેવા લખનૌ-કાનપુર વચ્ચે
શરુ થઈ હતી.

• પ. જર્મનીના પ્રથમ ઉપગ્રહનું નામ અઝુર
હતું.

• રાષ્ટ્રીય શાયરનું બિરુદ ‘ઝવેરચંદ
મેઘાણી’ને આપવામાં આવ્યું હતું.

• કોકાકોલા સૌપ્રથમ બનાવાયેલું ત્યારે
એનો રંગ લીલો રાખેલો.

• જીભનાં મસલ્સ સૌથી મજબૂત હોય છે.

• ચોખ્ખુ મધ કદી બગડતું નથી.

• છીંક કે ઉધરસ આવે ત્યારે નાક અને
મોં સાથે બંધ ન રાખતા નહીં તો ડોળા
બહાર આવી જશે.

• એક લીલાછમ્મ વૃક્ષ પર લગભગ 20,000
પાંદડાં હોય છે.

• બે મોટા વૃક્ષ એક પરિવારના ચાર
વ્યક્તિ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન
ઉત્પન્ન કરે છે.

• એક સામાન્ય ગોલ્ફના દડા પર લગભગ
336 જેટલા ખાડા હોય છે.

• દુનિયાનો સૌપ્રથમ શબ્દકોષ
અંગ્રેજી વિદ્વાન જોન ગોલેન્ડે લેટિન
ભાષામાં 1225ની સાલમાં તૈયાર
કર્યો હતો.

•દુનિયાભરની કોલસાની ખાણોમાંથી દર
મિનિટે 600 ટન કોલસો કાઢવામાં આવે
છે.

• ભારતમાં સાહસિક ધંધાદારીઓમાં
10% મહિલાઓ છે.

• આખી દુનિયામાં દર સેકેંડે 1 લાખ 90
હજાર પત્રો ટપાલમાં વહેંચાય છે.

• સાધારણ રીતે સરેરાશ
વ્યક્તિ દિવસમાં 15 વખત હસે છે.

• લૉસ
ઍજલિસમાં માણસોની વસ્તિ કરતાં મોટરોની વસ્તી વધારે છે.

• ઈટાલીના લોકોની સૌથી મનગમતી વાનગી ‘પાસ્તા’છે. પાસ્તાના વિવિધ
પ્રકારોમાં સૌથી લોકપ્રિય સ્પગેટી છે.

• અમેરિકાના બજારમાં 450 કરતા પણ વધુ
વિવિધ પ્રકારના ઠંડા પીણા મળે છે.

• એક પેંસિલ તેના જીવન દર્મિયાન
45,000 શબ્દ લખી શકે છે.

• દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ
કેલિફોર્નિયામાં આવેલું કોસ્ટ રેડ્વૂડ છે.
તેની ઊંચાઈ 360 ફૂટ છે.

• વિશ્વભરની વિશાળ
વાયુસેનાઓમાં ભારતીય વાયુસેનાનું
સ્થાન ચોથા નંબરે છે.

• કહેવાય છે કે શાહજહાએ
કાળા આરસપહાણનો બીજો તાજ મહાલ
રચવાનું નક્કી કર્યું હતું જે યમુનાને બીજે
કિનારે હોત અને બંને ને જોડતો એક પુલ
બનાવવાનો હતો.

• બ્લુ વ્હેલ એટલી મોટેથી સીટી વગાડે છે
કે તેનો અવાજ 188 ડેસી મીટર દૂર
સુધી સંભળાય છે.

• લિયોનાર્ડો દ વિંશી વિષે કહેવાય છે કે
તેઓ એક હાથે લખે છે અને એજ સમયે તેઓ
બીજા હાથ વડે ચિત્ર દોરી શકતા હતા.


ચીલીમાં એરિકા સૌથી સૂકી જ્ગ્યા ગણાય
છે જ્યાં વરસે 0.03 ઈંચ વરસાદ પડે છે.
આનો મતલબ એમ થાય કે એક કપ
કોફીનો ભરાતા એક સદી વહી જાય.

• એક પાઉંડ પ્લેટિનમ નામની ધાતુ બે
લાખ માટીમાંથી માંડ મળે છે.

• ઑલંપિકના નિયમાનુસાર
બેડમિગ્ટનના ફૂલમાં 14 એક
સરખા પીંછા લાગેલા હોવા જોઈએ.

• કાગળનો એક ટુકડો 7થી વધારે વખત
વાળી શકાતો નથી.

• નાક બંધ કરીને જો સફરજન કે બટાટું કે
કાંદો ખાવામાં આવે તો તેમનો સ્વાદ
એકસરખો મીઠો લાગે છે.

• અંગ્રેજી થાઉસંડ શબ્દમાં A અક્ષર એક
વાર આવે છે પણ અંગ્રેજીમાં વનથી નાઈન
હડ્રેડ એંડ નાઈટી નાઈનમાં એકપણ વખત A
અક્ષર આવતો નથી.

• કેમેલિયનની જીભ એના માથા અને
શરીર જેટલી લાંબી હોય છે અને તે 16 ફૂટ
દૂર રહેલો પોતાનો શિકાર એક
સેકંડમાં કરી શકે છે.

• ઝેબ્રા કાળા રંગના અને સફેદ
લાઈનવાળા નથી પણ સફેદ રંગના અને
કાળી લાઈનવાળા હોય છે.

• હાફીઝ કૉટ્રાક્ટર
ભારતનાં ટોચના આર્કિટેક્ટ છે.

• શ્રી પુ.લ. દેશપાંડે સરકાર
તથા પ્રજા તરફથી સન્માન-તેમની ટપાલ
ટિકિટ-પદ્મશ્રી- પદ્મભૂષણ- અભિનેતા –
ગાયક – દિગ્દર્શક – વક્તા – હાસ્યકાર
અને લેખક હતા.

• 26મી માર્ચના દિવસે ‘રંગભૂમિ’ દિવસ
તરીકે ઉજવાય છે.

• માછલી પાણીમાં રહે છે પણ
એની આંખો પર પાંપણ નથી હોતી.

• દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે
તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે.

• પતંગિયાની લગભગ વીસ હજાર
જેટલી જાતિ છે.

• જાપાનમાં એક ઝાડ એવું છે કે
જેમાંથી સૂરજ આથમવાના સમયે
ધુમાડો નીકળે છે.

• ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર
સૌથી વજનદાર હોય છે.

• સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ
મિનિટ ઊંઘી શકે છે.

• હાથી વધારેમાં વધારે ચારથી પાંચ
કલાક સૂઈ શકે છે.

• હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે.

• શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે
પરંતુ ઉડી નથી શકતા.

• સિંહની ગર્જના 5 કિ.મી. દૂર
સુધી સંભળાય છે.

• અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ
પક્ષી જગતમાં સૌથી લાંબી છે.

• શાહુડીના શરીરે આશરે 30,000
જેટલાં કાંટા હોય છે.

• વ્હેલ માછલીનું વજન આશરે 150 ટન જેટલું
હોય છે.

• લાઓસ એક એવો દેશ છે કે જ્યાં સિક્કાનું
ચલણ નહિ પણ ફક્ત નોટોનું ચલણ ચાલે છે.

• ભારતના લક્ષદ્વિપ એવો વિસ્તાર છે કે
જ્યાં એક પણ હિન્દુ મંદિર નથી.

• ભારતમાં સહુથી ઓછો વરસાદ
બિકાનેરમાં થાય છે.

• ભારતની સૌ પ્રથમ બેંકનું નામ ‘બેંક ઓફ
હિન્દુસ્તાન’ હતું !

• દુનિયામાં સહુથી સાંકડી ગલીઓ પૂર્વ
આફ્રિકાના ઝાંઝીબારમાં છે !

• દુનિયાની સૌથી પહેલી ટેલિફોન
સેવા અમેરિકાના નાના શહેરમાં થઈ
હતી. ફક્ત 20 લોકો પાસે ફોન હતો.

• દુનિયામાં ગુલાબના ફૂલની કુલ 792
જાત છે.

• દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર ફ્રાંસનું
પેરિસ શહેર છે.

• દુનિયાની સૌથી મોટી ઘડિયાળ મેઉથ
મૉસ્કોમાં આવેલી છે.

• દુનિયાનું સહુથી મોટું રેલ્વે સ્ટેશન
ન્યુયોર્કમાં આવેલું ‘ગ્રેટ સેંટ્રલ ટર્મિનલ’ છે.

• ઊંટ પોતાના શરીરને ઠંડુ
રાખવા એકબીજા સાથે અડીને બેસે છે
કારણ એમનાં શરીર પર
ઓછામાં ઓછા સૂર્યકિરણ પડે છે.

• જંગલી ભેંસને અરણી, ઢીંગી પણ કહે છે.

• જંગલી કૂતરાઓ હંમેશા ટોળામાં રહે છે.

• દરિયાઈ ઘોડાને જ્યારે ગુસ્સો આવે
ત્યારે એનાં શરીરમાંથી લાલ
પરસેવો નીકળે છે.

• ઘોડાની 60 જાતો છે.
અરબી ઘોડો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

• રાતો બગલો દિવસે આરામ કરી રાતે
શિકાર કરે છે.

• જળો નામના જંતુથી અનેક રોગ મટે છે.

*જળો તેના શરીર કરતાં અનેક ગણું વધારે
લોહી ચૂસવાની ક્ષમતા ધરાવે છે.

• મગરનાં આગળનાં પગમાં પાંચ આંગળીઓ,
જ્યારે પાછલા પગમાં ચાર આંગળીઓ
હોય છે.

• ઘેંટીનું દૂધ ખૂબ જાડું હોય છે.
તેમાંથી ચીઝ બનાવવામાં આવે છે.

• ‘મોઝામ્બિક સ્પિટિંગ કોબ્રા’
નામનો કાળોતરો નાગ
શિકારની આંખમાં ઝેરની પિચકારી મારે
છે.

• ઘોડા અને હાથી ઊભા ઊભા ઊંઘે છે.

• વીંછી નવ મહિના સુધી ખાધા વિના
ચલાવી શકે છે.

• ડાયનાસોર્સ અનેક
પ્રકારનાં હતાં તેમાં મેગાલોસોર્સ
જાતનાં ડાયનાસોર્સ
સૌથી મોટા માનવામાં આવતા.

• કાળિયારને કાકડી, દૂધી, સક્કરટેટી અને
તરબૂચ ખૂબ ભાવે છે.

• ઊંટ એક દિવસમાં સો કિલોમીટર અંતર
કાપી શકે છે.

• હાથીની શક્તિ એક બુલડોઝર
જેટલી હોય છે.

• પેંગ્વીન પક્ષીને જીભ પર કાંટા હોય છે.

* પક્ષીઓનાં બચ્ચાં પોતાના વજન
કરતાં વધારે ખાય છે, જ્યારે મોટાં પંખીઓ
પોતાના વજન કરતાં અડધો ખોરાક ખાય
છે.

* કૂતરાં રંગ પારખી નથી શકતાં અને ‘શોર્ટ
સાઈટેડ હોય છે. તેમને દૂરનું દેખાતું નથી.

* મગરની આંખની બન્ને બાજુ
આંસુની નળી હોય છે. જ્યારે તે
ખાવા માટે જડબું ખોલે છે ત્યારે
એની આંખમાંથી આંસુ બહાર આવે છે. એણે
શિકાર કર્યો હોય તેના પશ્ચાતાપરૂપે આ
આંસુ નથી આવતાં. એટલે જ બનાવટ કે
ઢોંગી આશ્વાસન કે શોક માટે
‘મગરનાં આંસુ’ રૂઢિપ્રયોગ વપરાય છે.

* જીવજંતુઓમાં મચ્છર સૌથી મજબૂત છે. તે
ઠંડા પ્રદેશો તેમજ વિષુવવૃતનાં ગરમ
જંગલોમાં પણ સહેલાઈથી રહી શકે છે.

* કેટલાક જીવજંતુ વાળથી સાંભળે છે.
મચ્છરોના એંટેના પર હજારો નાના વાળ
હોય છે જેનાથી તે સાંભળે છે. એ રીતે
વાંદો તેના પેટ આવેલા વાળથી, જે
અવાજનો સંદેશતેના મગજ સુધી પહોંચાડે
છે, સાંભળે છે. જ્યારે કેટરપીલર [ઈયળ]
આખા શરીરથી સાંભળે છે.

*કેટરપીલરના આખા શરીર પર આવેલા છે જે
કાનની ગરજ સારે છે.

* લીલા રંગનો તીતીઘોડો સુપરસોનિક
શ્રવણ શક્તિ ધરાવે છે. તે
ધ્વનિની ગતિ કરતાં પણ વધુ
ગતિવાળો અવાજ ક્ષમતા ધરાવે છે. દર
સેકંડે 45,000 કંપનવાળો ધ્વનિ સાંભળી શકે
છે.

* અજગર પોતાના શિકારને
માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે.

* ગ્રે વ્હેલ પૅસિફિક મહાસાગરમાં રહે છે અને
તે પોતાનો શિકાર શોધવા 20,000
કિ.મી.નું અંતર કાપે છે.

* લાયર બર્ડ નિલગિરિના ઝાડ પર ઘુમ્મટ
આકારનો માળો બાંધે છે.

*કોયલનો ટહુકો નારીનો નથી હોતો નરનો હોય
છે જે માદા કોયલને પ્રેમ કરવા આમંત્રણ
આપતો ટહુકો કરે છે.

* દીપડો પોતાના શિકારને
સકંજામાં લેવા માટે તેના પર બહુ ધૂળ
ઉડાડે છે. એને કારણે શિકારનો ભોગ બનતું
પ્રાણી કશું જોઈ શકતું નથી.

* વિશિષ્ટ પ્રકારની શરીરિક
રચના ધરાવતો એક કીડો સમુદ્રના તળિયે
રહે છે. તેનો દેખાવ મોરનાં પીંછા જેવો છે,
તેનું અંગ્રેજી નામ PEACOCK WORM છે.
પોતાનો ખોરાક મેળવવા મોરના રંગીન
પીંછા જેવી પોતાની પાંખ ફેલાવે છે.

* દક્ષિણ યુરોપમાં લગભગ 5760 કિ.મી.
જેટલા લાંબા વિસ્તારમાં કીડીઓની વિશાળ
વસ્તી છે. ઈટાલીથી સ્પેન
સુધી ફેલાયેલી આ
વસ્તીમાં અબજોની સંખ્યામાં કીડીઓ
લાખો દરમાં રહે છે. પણ તેઓ ક્યારેય
ઝગડતી નથી.

• પ્રાચીન
વિશ્વનાં સ્થળનાં નામમાં સૌથી પ્રાચીન
નામ ઉર છે જે હાલના ઈરાકમાં સુમેરુ
સંસંસ્કૃતિનાં લોકોએ વર્તમાન પૂર્વે
5600માં આ સ્થલની સ્થાપના કરી હતી.

• ગુજરાતમાં પાટનગરનું સૌથી પ્રાચીનૅ
નામ કુશસ્થલી છે. વર્તમાન પૂર્વે
6000ના સમયગાળામાં વૈવસ્વત
મનુના પ્રપુત્ર આનર્તે દરિયાકિનારે
વસાવ્યું હતું. પાછલથી ભગવાન શ્રી કૃષ્ણે
તેને વિકસાવી દ્વારિકા નામ આપ્યું જે
વિશ્વનું સૌથી પ્રાચીન વિદ્યમાન નગર
છે.

• વિશ્વમાં ટુંકા નામની અને
લાંબા નામની બોલબાલાછે.
ફ્રાંસમાં ‘ઈ’ નામનું ગામ છે. પ્રશાંત
મહાસાગરમાં કેરોલિન બેટ પર ‘ઉ’ નામનું
ગામ આવેલું છે. જાપાનમાં ‘ઓ’ નામનું
ગામ છે. સ્વિડન, નોર્વે અને
ડેનમાર્કમાં ‘ઑ’ નામનાં ગામ છે.

• ભારતના ઓરિસ્સામાં ‘ઈબ’ નામનું એક
રેલ્વે સ્ટેશન છે.

• સ્વિડનના મજૂર મહાજનના પ્રમુખનું નામ
સૌથી લાંબુ છે. ‘સેગ વર્કસઈંડ સ્પિય
બિટાર બિફોર બંડસોર્ડ
ફોરાનડિબોસ્ટાડન’

• યુ.એસ.એ.ના શેરમન સ્થિત એક ઝરણાનું
નામ ‘નારોમિયોકનાવહુસુંકાટાંકશંક’ છે.

• ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા એક
સ્ટેશનનું નામ
‘શ્રી વેંકટનરસિંહરાજુવારિપેટા’ છે.

• લડાખમાં વિશ્વનો સૌથી ઊંચો વેલી બ્રિજ
છે, જે ભારતીય સેનાએ બાંધ્યો છે.

• મુંબઈ ભારતનું પ્રવેશદ્વાર કહેવાય છે

•કોરિયા પ્રભાતની શાંતિવાળો દેશ
કહેવાય છે.

•થાઈલૅંડ સફેદ હાથીઓવાળો દેશ કહેવાય છે.

•સ્કોટલેંડ કેકનો દેશ કહેવાય છે.

આફ્રિકા અંધ મહાદ્વીપ કહેવાય છે.
મ્યાનમાર [બર્મા] પેગોડાનો દેશ કહેવાય
છે.

•જયપુર ગુલાબી શહેર તરીકે જાણીતું છે.
કોચીન અરબ સાગરની રાણી તરીકે
પ્રખ્યાત છે.
બેલગ્રેડ સફેદ શહેર તરીકે પ્રખ્યાત છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.