આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 27 June 2014

♥ દાડમ ♥

♠ પૃથ્વી પરનું સદીઓ જૂનું ફળ - દાડમ ♠

લાલ ચટક ભરપુર દાણાવાળું દાડમ લોકપ્રિય ફળ છે આયુર્વેદમાં ઘણા રોગોમાં તે ઉપયોગી છે.

→ ઇ.સ. પૂર્વે ૧૦૦ના સમયમાં પણ લોકો દાડમનો ઉપયોગ કરતા.પર્શિયા, ઇજીપ્ત અને રોમમાં પ્રાચીન કાળમાં દાડમ મહત્ત્વનું લોકપ્રિય ફળ હતું.

→ તેના વિશે અનેક દંતકથાઓ અને માન્યતાઓ
પ્રચલિત હતી.

→ દાડમનું વૃક્ષ ૧૫ ફૂટ ઊંચુ થાય છે અને તે એક
સો વર્ષ કરતાંય વધુ સમય ફળો આપે છે.

→ દાડમની ૭૬૦ જાતો જોવા મળે છે.

→ દાડમ પ્રાચીન સંસ્કૃતિઓ અને આયુર્વેદમાં ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક ફળ ગણાય છે.

→ પ્રાચીન ગ્રીસમાં ધાર્મિક પ્રસંગો અને લગ્ન વિધિમાં દાડમ વધેરવામાં આવતું.

→  બેબીલોનના પ્રાચીન ધર્મગ્રંથો અને કુરાનમાં પણ દાડમનો ઉલ્લેખ જોવા મળે છે. ઇજીપ્તના પિરામિડોમાંથી પણ દાડમ સંગ્રહાયેલા મળી આવ્યા હતા.

→ દાડમની ખેતી વિશ્વભરના તમામ દેશોમાં થાય છે.

→ જાપાનમાં ટચુકડા બોન્સાઇ વૃક્ષ માટે દાડમના ઝાડની પ્રથમ પસંદગી થાય છે.

→ આયુર્વેદમાં દાડમની છાલ, વૃક્ષનાં પાન અને વૃક્ષનાં મૂળ પણ ઔષધ તરીકે વપરાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.