આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 16 June 2014

♥ હવામાન / વરસાદ વિજ્ઞાન ♥

→ હવામાન અને વરસાદની આગાહીનું વિજ્ઞાન પ્રાચીનકાળમાં વરસાદને ભગવાનની કૃપા અને જળદેવતા સમજીને પૂજવામાં આવતો. વરસાદ સંબંધી જાતજાતની અટકળો થતી અને અનેક માન્યતાઓ પ્રવર્તતી. વિજ્ઞાાનનો વિકાસ થયા પછી માણસજાતને ઘણી કુદરતી ક્રિયાઓની સમજ મળી.

→ વરસાદ અંગે આજે આપણે ઘણું જાણીએ છીએ. આ સમજની શરૃઆત ૧૯મી સદીની શરૃઆતમાં થઈ. વાદળોની ઉત્પત્તિ અને રચનાની વૈજ્ઞાાનિક માહિતી પ્રકાશમાં આવી. સમુદ્ર અને જળાશયોનું પાણી વરાળ થઈને આકાશમાં જઈ ઠંડી પડયા પછી વરસાદ આવે છે તે લોકો જાણતા હતાં. પરંતુ વાદળ અને તેની ગતિવિધિ વિશે અભ્યાસ  થયો નહોતો.

૧૯૫૯માં મિસાઈલની મદદથી ૧૧૩૦ કિલોમીટરની ઊંચાઈએ રહેલા વાદળોની પ્રથમ વાર તસવીરો લેવાઈ. ત્યાર બાદ વાદળોનો વૈજ્ઞાાનિક ઢબે અભ્યાસ કરીને વરસાદ ક્યાં, ક્યારે અને કેટલો પડશે તેના અંદાજ લગાવવા શરૃ થયા.

→ ૧૯૬૦માં હવામાનના અભ્યાસ માટે 'ટાઈહોસ' નામનો સેટેલાઈટ તરતો મૂકાયો.

→ આજે સેટેલાઈટની મદદથી વાદળોના પળેપળના નકશા બને છે અને તેની ગતિવિધિ ઉપરથી પવનની ઝડપ વગેરેની અસરો તપાસીને
વરસાદની ચોક્કસ આગાહી કરી શકાય છે.
એક અંદાજ મુજબ પૃથ્વી પરના વિવિધ
જળાશયોમાંથી વર્ષે લગભગ ૪ લાખ ઘન
કિલોમીટર પાણીની વરાળ આકાશમાં જાય છે અને તે ફરી બરફવર્ષા, વરસાદ, ધુમ્મસ વગેરે દ્વારા જમીનને પાછું મળે છે. તેમાં ચોથા ભાગનું પાણી જમીન પર વરસે છે અને બાકીનું સમુદ્રમાં.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.