આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 3 July 2014

♥ TRAIN SPECIAL ♥

♥ આ ટ્રેનની ઝડપ છે 12 કિમી/પ્રતિ કલાક:

નૈરોગેજ પ્રતાપનગર-જંબૂસર પેસેન્જર
ટ્રેનની ઝડપ એક કલાકની માંડ બાર કિમી છે. એટલે જ તેને ભારતની સૌથી ધીમી ટ્રેન
કહેવામાં જરા પણ ખોટુ નથી. 44 કિમી અંતર કાપતાં તેને સાડા ત્રણ કલાક કરતાં પણ વધુ સમય લાગે છે. ટુ વ્હિલર વાહનો કરતાં પણ ધીમી ચાલતી આ ટ્રેન એજ વડોદરામાં છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી
લડ્યા હતા.

→ રેલ્વે ક્રોસિંગ પર તકલીફ:

આ ધીમી ટ્રેનની બીજી પણ એક ખાસ
બાબત છે. જ્યારે પણ કોઇ રેલ્વે ક્રોસિંગ
આવે ત્યારે ટ્રેનનો સહાયક ડ્રાઇવર નીચે
ઉતરીને ગેટ બંધ કરે છે અને ટ્રેન આગળ
નીકળી જાય એટલે પાછો આવીને ખોટ
ખોલી જાય છે જેથી ટ્રાફિક શરૂ થઈ જાય
અને તે વળી પાછો એન્જિનમાં જતો રહે
છે.

♥ નીલગિરી પેસેન્જર છે સૌથી ધીમી ટ્રેન:

મેટૂપલ્લયમ- ઉટી નીલગિરી પેસેન્જરની ગતિ માંડ 10 કિમી/કલાક છે, એટલે જ તે ભારતની સૌથી ધીમી ટ્રેન તરીકે ઓળખાય છે. દેશ ચાલતી અન્ય ટ્રેનો તેના કરતાં 15 ગણી વધુ સ્પીડે દોડે
છે. આ પેસેન્જર ટ્રેન પહાડી વિસ્તારોમાંથી જતી હોવાથી ખૂબજ ધીમી હોય છે.

♥ ન્યૂ દિલ્લી-ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ
સૌથી વધુ ઝડપી દોડે છે:

ન્યૂ દિલ્લીથી ભોપાલ જવાવાળી શતાબ્દી એક્સપ્રેસ ભારતની સૌથી વધુ ઝડપી ટ્રેન છે.
ફરિદાબાદથી આગરા વચ્ચે આ ટ્રેન 150
કિમી/કલાકની ઝડપે દોડે છે. આ કલાક સાત કલાક પચાસ મિનિટમાં 704 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેનની શરૂવાત 1988માં થઈ હતી. શતાબ્દિના બધા જ કોચ એસી છે.

♥ વચ્ચે રોકાયા વગર સૌથી વધુ અંતર કાપનાર ટ્રેન :

ત્રિવેન્દ્રમ-હ.નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ છે. આ ટ્રેન વડોદરાથી કોટા વચ્ચે 528 કિમીનું અંતર
એક પણ સ્ટેશન કર્યા વગર કાપે છે. મુંબઈ રાજધાની એક્સપ્રેસ આ બાબતમાં બીજા નંબર પર આવે છે. આ ટ્રેન ન્યૂ દિલ્હીથી કોટા વચ્ચે ક્યાંય સ્ટેશન નથી કરતી.

♥ સૌથી લાંબુ અંતર કાપે છે વિવેક એક્સપ્રેસ:

અસમમાં ડિબ્રૂગઢથી કન્યાક્ય્મારી સુધી એક્સપ્રેસ 4273 કિમી અંતર કાપે છે. દેશના પૂર્વ છેડાથી દક્ષિણ છેડા સુધીનું અંતર કાપતી આ ટ્રેન દેશમાં સૌથી વધુ અંતર કાપતી ટ્રેન છે. ઉલ્લેખનીય છે કે
વિવિક એક્સપ્રેસનું નામ સ્વામી વિવેકાનંદના નામ પરથી રખાયુ છે. તો નાગપુરથી અજની સ્ટેશન વચ્ચે ચાલતી ટ્રેન સૌથી ઓછુ અંતર
કાપતી ટ્રેન છે. આ ટ્રેન માત્ર 3 કિમીના અંતર માટે દોડાવવામાં આવે છે.

♥ દિલ્લીથી મુંબઈ વચ્ચે દોડે છે
સૌથી લાંબી માલગાડી :

દિલ્લીથી મુંબઈ વચ્ચે 1397 કિમીના અંતર માટે આ વીઆઈપી ટ્રેન બરાબર છે. બે કિમી લાંબી આ
માલગાડીમાં બે ડજન એન્જિન અને બે ગાર્ડના ડબ્બા છે. આ ટ્રેન ચાલે છે ત્યારે આગળના સ્ટેશન સુધીનો ટ્રેક ખાલી કરાવી દેવામાં આવે છે અને
રસ્તાની ટ્રેનોને રોકી દેવામાં આવે છે. આ ટ્રેન માત્ર વડોદરામાં જ એક સ્ટેશન કરે છે અને ત્યાં ડ્રાઇવર અને ગાર્ડ બદલાઇ જાય છે. વેસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓ જણાવે છે કે, ડિસેમ્બરમાં ટ્રાયલ માટે
ચાલુ કરવામાં આવી હતી, હવે નિયમિત ચાલે છે.

♥ સૌથી વધુ સ્ટેશનો કરે છે આ ટ્રેન:

સૌથી વધુ સ્ટેશનો હાવડા-અમૃતસર એક્સપ્રેસ કરે છે. આ ટ્રેન કુલ 115 સ્ટેશનો પર ઊભી રહે છે. બીજા નંબર પર દિલ્લી- હાવડા જનતા એક્સપ્રેસ આવે છે જે 109 સ્ટેશનો પર ઊભી રહે છે. આ
યાદીમાં ત્રીજા નંબરે જમ્મૂ તાવી- સિયાલદહ એક્સપ્રેસ આવે છે, જે 99 સ્ટેશન પર ઊભી રહે છે.

♥ આ ટ્રેન હમેશાં રહે છે લેટ -લતીફ:

આપણા દેશમાં કોઇ ટ્રેન સમયસર આવી જાય તો આશ્ચર્યજનક વાત કહેવાય. લાંબી સફર કરતી ટ્રેનો સૌથી વધુ લેટ લતીફ હોય છે અને આ યાદીમાં સૌથી પહેલું નામ ગુવાહાટી-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસનું આવે છે. ચાર્ટ અનુસાર આ ટ્રેનને તેનો સરફ 65
કલાક 5 મિનિટમાં પૂરી કરવાની હોય છે, પરંતુ હંમેશાં 10-12 કલાક મોડી જ ચાલતી હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.