આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 5 September 2014

♥ શિક્ષક દિન ♥

♠  વિશ્વના દેશોમાં ઊજવાતો શિક્ષક દિન ♠

♥ ભારત ♥

ભારતમાં ડો. સર્વપલ્લી રાધાકૃષણનના માનમાં તેમના જન્મદિવસ ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક
દિનની ઉજવણી થાય છે, પરંતુ યુનેસ્કોએ ૧૯૯૪માં ૫ ઓક્ટોબરને શિક્ષક દિન તરીકે જાહેર કર્યો છે. છતાં દરેક દેશમાં શિક્ષક દિનની ઉજવણી અલગ અલગ તારીખે થાય છે.

♥ ચીન ♥

ચીનમાં ૧૯૩૯માં કન્ફ્યૂશિયસના જન્મદિવસ
૨૭ ઓગસ્ટને શિક્ષક દિન જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ ૧૯૫૧માં તેને રદ કરી ૧૯૮૫માં ૧૦ સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઊજવવાની જાહેરાત થઈ જે હજુ ચાલુ છે.

♥ રશિયા ♥

રશિયામાં ૧૯૬૫થી લઈને ૧૯૯૪
દરમિયાન ઓક્ટોબર મહિનાના પહેલા રવિવારે શિક્ષક દિન ઊજવાતો.૧૯૯૪થી ૫ ઓક્ટોબરના રોજ શિક્ષક દિન ઊજવવાય આવે છે.

♥ અમેરિકા ♥

અમેરિકામાં મે મહિનાનું આખું પ્રથમ સપ્તાહ શિક્ષક સરાહના દિવસ તરીકે ઊજવાય છે. આ
સપ્તાહના છેલ્લા દિવસે શિક્ષક દિનની ઉજવણી થાય છે.

♥ થાઇલેન્ડ ♥

થાઇલેન્ડમાં દર વર્ષે ૧૬ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી થાય છે.

♥ ઇરાન ♥

ઇરાનમાં પ્રોફેસર અયાતુલ્લાહ મોર્તેજા મોતેહારીની હત્યા બાદ તેમની યાદમાં ૨જી મેના રોજ શિક્ષક દિન ઊજવાય છે.

♥ મલેશિયા ♥

મલેશિયામાં ૧૬ મેના રોજ ઊજવાતા શિક્ષક દિનને 'હરિ-ગુરુ' તરીકે ઓળખવામાં આવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.