આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 18 October 2014

♥ રોબર્ટ વોટ્સન વોટ ♥

♥ રડારનો શોધક - રોબર્ટ વોટ્સન વોટ ♥

→ રડાર એ એરપોર્ટ પર વિમાનના ટ્રાફિકનું સંચાલન કરવા માટે મહત્ત્વનું સાધન છે. રડાર આકાશમાં ઊડતાં વિમાનો, દરિયાના પેટાળમાં રહેલી સબમરિનો અને જહાજોની માહિતી દૂરથી મેળવી આપે છે.

→ રડારનું પૂરું નામ 'રેડિયો ડિટેકશન એન્ડ રેન્જિંગ' છે.

→ રડારમાંથી પ્રસારિત થયેલા રેડિયો તરંગો દૂર સુધી ફેલાય છે અને તે કોઈ ચીજ સાથે અથડાય તો પાછા ફરીને રડારમાં જ આવે છે એટલે આકાશમાં દૂરથી આવી રહેલા વિમાનની આગોતરી જાણકારી મળી જાય છે.

→ ૧૯મી સદીમાં હેન્ટિક હર્ટઝ નામના વિજ્ઞાાનીએ ધાતુઓ રેડિયો વેવનું પરાવર્તન કરે છે તેવી થિયરી શોધેલી. તેના આધારે ક્રિશ્ચિયન હુસ્મેયર
નામના વિજ્ઞાાનીએ પ્રાયોગિક ધોરણે જહાજને દૂરથી ઓળખી આપતું સાધન બનાવેલું. આ પ્રાથમિક શોધો પછી રોબર્ટ વોટસન વોટ નામના વિજ્ઞાાનીએ ઘણા ક્ષેત્રોમાં ઉપયોગી થાય તેવું
સાધન વિકાસવી તેને 'રડાર' નામ આપ્યું. બીજા વિશ્વયુદ્ધમાં તેનો પ્રથમવાર બ્રિટનમાં ઉપયોગ થયો. ત્યાર બાદ અનેક ક્ષેત્રે તેનો આશીર્વાદરૃપ ઉપયોગ થાય છે.

→ રોબર્ટ વોટ્સન વોટનો જન્મ સ્કોટલેન્ડના બ્રેચીન શહેરમાં ઈ.સ. ૧૮૯૨ના એપ્રિલની ૧૩ તારીખે થયો હતો.

→ સ્થાનિક શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યા પછી તે ડુન્ડી ખાતે યુનિવર્સિટી કોલેજમાં દાખલ થયેલો.
ભણવામાં તેજસ્વી હોવાથી તેને કેમિસ્ટ્રીમાં કાર્નેલી પ્રાઇઝ એનાયત થયું હતું. ૧૯૧૨માં એન્જિનિયરીંગ ક્ષેત્રે બીએસસીની ડિગ્રી લઇ કોલેજના એન્જિનિયરીંગ વિભાગમાં મદદનીશ તરીકે જોડાયો હતો. આ દરમિયાન તેણે રેડિયો વેવ્ઝ અંગે સંશોધનો કરી ૨૫૦૦ કિલોમીટર દૂર રહેલાં વાહનો કે વિમાનોની જાણકારી મેળવી શકે તેવું
રડાર વિકસાવ્યું. આ સફળતાથી તેને હેમ્પશાયરમાં વાયરલેસ સ્ટેશનમાં નિમણૂંક મળી. જ્યાં તેણે રડારનો સફળ ઉપયોગ કર્યો અને રેડિયો રિસર્ચ
સેન્ટરમાં ડાયરેક્ટર બન્યો.

→ ઈ.સ. ૧૯૩૫માં વોટસનને રેડિયો તરંગો પર કામ કરતાં રડારની પેટન્ટ મળી. તેણે બ્રિટનમાં વિવિધ સ્થળોએ રડાર સ્ટેશનો સ્થાપ્યાં. રડારની શોધ બદલ તેને ઘણા સન્માનો એનાયત થયા.

→ ઇ.સ. ૧૯૭૩ના ડિસેમ્બરની પાંચ તારીખે તેનું
અવસાન થયું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.