આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 25 October 2014

♥ ચાર્લ્સ એ. પાર્સન્સ ♥

~~ ★ સ્ટીમ ટર્બાઇનનો શોધક ★ ~~

~~ ★ ચાર્લ્સ એ. પાર્સન્સ ★ ~~

→ ટર્બાઇન એટલે ત્રાંસા વળેલા પાંખિયાવાળો પંખો. કહેવાય સાદો પંખો પરંતુ તે ઘણા કામ કરે.
જરૃરિયાત પ્રમાણે નાના મોટા, ત્રણ- ચાર કે સંખ્યાબંધ પાંખિયા વાળા ટર્બાઇન બને છે.

→ ટર્બાઇનનો મોટો ઉપયોગ વીજળી પેદા કરવા થાય છે. દરેક પ્રકારના વીજમથકમાં ટર્બાઇન તો હોય જ. ટર્બાઇનથી જહાજ પણ પાણીમાં રસ્તો કાપે. ટર્બાઇન ફરે ત્યારે કામ થાય. ટર્બાઇનને હવા, વરાળનું દબાણ કે પાણીના ફોર્સથી ફેરવીને તેની ચક્રાકાર ગતિના અનેક લાભ લઇ શકાય. ત્રાંસા પાંખિયા ઉપર પાણીનો ધોધ પડે તો તે ફરવા લાગે. તેની ધરી સાથે જનરેટર જોડીને વીજળી મેળવી શકાય.

→ વરાળના દબાણથી ટર્બાઇનને ફેરવીને વીજળી પેદા કરવાની શોધ ચાર્લ્સ એલ્જર્નોન પાર્સન્સે કરી હતી. તેણે સ્ટીમ ટર્બાઇન શોધેલું.

→ વરાળના દબાણથી ટર્બાઇન ફેરવીને જહાજ ચલાવવામાં સફળતા મેળવી હતી.

→ ચાર્લ્સ પાર્સન્સનો જન્મ ઇ.સ.૧૮૫૪ના જૂન માસની ૧૩ તારીખે લંડનમાં થયો હતો. તેના પિતા આયર્લેન્ડના વિખ્યાત ખગોળશાસ્ત્રી અને
જ્યોતિષશાસ્ત્રી હતા. તેઓ રાજવી પરિવારના હતા.

→ પાર્સન્સનો પ્રાથમિક અભ્યાસ ઘરે જ ખાનગી શિક્ષકો દ્વારા થયો હતો. વધુ અભ્યાસ માટે તેણે
ડબલીનની ટીનીટી કોલેજ અને ત્યાર બાદ કેમ્બ્રિજની સેન્ટ જ્હોન કોલેજમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે
કલાર્ક ચેપમેન કંપનીમાં એન્જિનિયર તરીકે
જોડાયો. આ કંપની જહાજ બનાવવાનું કામ કરતી હતી. પાર્સન્સે અહી જ ટર્બાઇનની શોધ કરી.

→ ઇ.સ.૧૮૮૯માં તેણે પોતાની ટર્બો જનરેટર
બનાવવાની ફેક્ટરી સ્થાપી. પાર્સન્સના ટર્બાઇન વધુ શક્તિશાળી હતા અને વધુ વીજળી પેદા કરતા.

→ તેણે ટર્બેનિયા નામનું જહાજ બનાવી સૌથી ઝડપી જહાજ બનાવવાનો રેકોર્ડ કર્યો. આ શોધ બદલ તેને બ્રિટનનો સર ઇલકાબ એનાયત થયો.

→ ઇ.સ.૧૯૩૧ના ફેબ્રુઆરીની ૧૧ તારીખે તેનું અવસાન થયું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.