આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday 29 April 2015

♥ રોલર કોસ્ટર ♥

→ લોકમેળા, આનંદમેળા, વોટરપાર્ક અને એમ્યુઝિંગ પાર્કમાં વિવિધ પ્રકારની રાઈડ્સની મઝા તમે માણતા હશો. તેમાંય રોલર કોસ્ટર એટલે રોમાંચ સવારી.

♦ રોલર કોસ્ટરની મઝાનું રહસ્ય પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. આપણા શરીર પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ઘણી અસર કરે છે. ઊંચાઈએથી જમીન તરફ ગતિ કરતી વખતે રોમાંચક અનુભવ થાય છે. ઘણાને ચક્કર પણ ચઢે છે. થોડીવાર માટે લોહીના ભ્રમણ, હૃદયના ધબકારામાં થતા ફેરફારોને કારણે રોમાંચ અને આનંદ મળે છે.

♥ રોલર કોસ્ટરની શરૂઆત ૧૫મી સદીમાં રશિયામાં થયેલી. તેને રશિયન માઉન્ટ કહેતા.

♥ ફ્રાન્સમાં પ્રથમ રોલર કોસ્ટર ૧૮૧૭માં બનેલું તે વાકાચૂંકા પાટા પર દોડતી રેલગાડી જેવું હતું.

♥ રોલર કોસ્ટરની શોધની વાત પણ રસપ્રદ છે. ઈ.સ. ૧૮૨૭માં પહાડના ઢોળાવમાંથી કોલસા ઉતારવા એક રેલવે લાઈન બંધાયેલી. પહાડના ખાબડખૂબડ રસ્તા ઉપર બિછાવેલા પાટા પર ચાલતી આ ભારગાડીમાં કોલસા લાવવા લઈ જવાનું કામ થતું પરંતુ તેમાં કામ કરતાં મજૂરોને ગાડીમાં બેસવાની મઝા પડતી. ધીમે ધીમે કેટલાક લોકો પણ આ ગાડીમાં બેસવાની મજા માણવા આવવા લાગ્યા અને આમ રોલર કોસ્ટરની પ્રાથમિક શરૂઆત થઈ.

♥ તેને સ્વીચબેક રેલવે રાઈડ કહેતા. હવે તો જંગી અને વિશાળ કદના રોલર કોસ્ટર જોવા મળે છે. કેટલાક ચક્રાકાર ફેરવે તેવા ચગડોળ તો કેટલાક બેત્રણ ઢોળાવવાળા તમને જમીનની સપાટીથી ૩૬૦ અંશના ખૂણે ચક્કર ભમ્મર ફેરવી નાખે
તેવા રોલર કોસ્ટર હોય છે.

♣ વિશ્વના જાણીતા રોલર કોસ્ટરને પણ જોવા જેવા છે.

[ 1 ] વિશ્વનું સૌથી ઊંચું ૧૩૯ મીટરની ઊંચાઈ ધરાવતું રોલર કોસ્ટર 'કિંગડા કા' અમેરિકાના સીક્સ ફ્લેગ એડવેન્ચર પાર્કમાં છે. આ રોલર કોસ્ટર ૧૨૭ મીટર લાંબું છે.

[ 2 ] અમેરિકાના સેડાર પોઈન્ટમાં ૧૩૦ મીટર ઊંચું 'ટોપ થ્રીલ ડ્રેગસ્ટર' જાણીતું છે. તે ૧૨૦ મીટર લાંબુ છે.

[ 3 ] સુપરમેન ઈસ્કેપ ફ્રોમ ક્રિપ્ટોન પણ ૧૨૬ મીટર ઊંચું છે.

[ 4 ] ઓસ્ટ્રેલિયાનું ટાવર ઓફ ટેરર ૧૧૫ મીટર ઊંચાઈ ધરાવે છે.

[ 5 ] જર્મનીમાં લાકડાનું બનેલું કોલોસોસ રોલર
કોસ્ટર ૬૦ મીટર ઊંચું છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.