આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 20 June 2015

♥ ISO 9000 ♥

લગભગ દરેક કંપનીમાં હાલમાં આઈ.એસ.ઓ-૯૦૦૦નું નામ લેવામાં આવી રહ્યું છે. એ એનો જાદુઈ-મંત્રની જેમ ઉપયોગ કરી રહી છે. એક વાર જો કોઈ કંપનીને આઈ.એસ.ઓ. સર્ટિફિકેટ મળી જાય તો એવું સમજી લેવામાં આવે છે કે એ કંપની સફળતાની સીડી પર છે,પરંતુ વધારે પડતા લોકોને આઈ.એસ.ઓ-૯૦૦૦ વિશે કંઈ જ ખબર નથી. વધતી જતી હરીફાઈના કારણે કંપનીઓ પોતાનાં ઉત્પાદનોની ક્વોલિટી-ગુણવત્તા પર ધ્યાન આપે છે, પરંતુ કંપનીનું ઉત્પાદન એક ચોક્કસ ને સારી ગુણવત્તાવાળું છે કે નહીં એની સાબિતી હોવી જરૂરી છે. એની સાબિતી એક આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સંગઠન પોતાની આઈ.એસ.ઓ.-૯૦૦૦ સેવાઓ મારફત કરે છે. એટલા માટે જ આઈ.એસ.ઓ. જેનું આખું નામ 'ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન' છે. એની એક ક્વોલિટી સ્ટાન્ડર્ડ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આઈ.એસ.ઓ-૯૦૦૦ દુનિયાભરમાં ખૂબ જ અસરકારક રહી છે. આઈ.એસ.ઓ. ઓર્ગેનાઇઝેશન સ્વિટ્ઝર્લેન્ડની છે, પરંતુ દુનિયાભરમાં એના અનેક સભ્યો છે. આ સર્ટિફિકેટને અપનાવવા માટે દેશોને કોઈ કાનૂની કાર્યવાહીમાં પડવું નથી પડતું. ખરીદનાર માટે આ સર્ટિફિકેટ કંપની તરફથી કરવામાં આવેલા સારી ગુણવત્તાનો વાયદો છે. જ્યારે કે કંપની માટે સર્ટિફિકેટનો મતલબ છે એની પાસે ક્વોલિટી મેનેજમેન્ટની સિસ્ટમ છે, એટલે કે એનું કામ પદ્ધતિસરનું છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.