આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 28 July 2015

♥ થર્મલવિદ્યુત મથકો ♥

(૧) પંજાબ : બઠિંડા, રૂપનગર

(૨) હરિયાણા : પાનીપત, ફરીદાબાદ

(૩) દિલ્લી : બદરપુર

(૪) ઉત્તર પ્રદેશ : હરદુઆગંજ, પનકી, પરીછા, ઓબરા, જવાહરપુર, દોહરીગઢ

(૫) બિહાર : બરૌની

(૬) ઝારખંડ : બોકારો, ચંદ્રપુર

(૭) પશ્ર્ચિમ બંગાળ : બીરભૂમ, દુર્ગાપુર, કોલકતા

(૮) ઓરિસ્સા : તાલ્ચેર, બલિમેલા

(૯) અસમ : બોંગાઇગાંવ, નામરૂપ

(૧૦) મણિપુર : લોકટાક

(૧૧) મધ્ય પ્રદેશ : સિંગરૌલી, અમરકંટક, સાતપુડા

(૧૨) છત્તીસગઢ : કોરબા

(૧૩) ગુજરાત : ધુવારણ, સાબરમતી, ગાંધીનગર, કંડલા, ઉકાઇ, પાનેંધ્રો, વણાકબોરી, સિક્કા, ઉતરાણ

(૧૪) મહારાષ્ટ્ર : નાશિક, ભુસાવડ, કોરાડી, ચંદ્રપુર, ખાપરખેડા, પરળી, ઉરણ, તુર્ભે

(૧૫)આંધ્ર પ્રદેશ : વિજયવાડા, રામગુંડમ, કોટ્ટાગુડેમ

(૧૬) તમિલનાડુ : એન્નુર, નેયવેલી, તુતીકોરીન

(૧૭) કર્ણાટક : રાયચૂર

♥ ભારતમાં પ્રથમ ♥

૧. ગવર્નર જનરલ - વૉરેન હેસ્ટિંગ્સ - ઇ.સ. ૧૭૭૩

૨. વાઇસરોય - લૉંર્ડ કેનિંગ - ઇ.સ. ૧૮૫૮

૩. રાષ્ટ્રીય કૉગ્રેસના પ્રમુખ - વ્યોમેશચંદ્ર બેનરજી -ઇ.સ. ૧૮૮૫

૪. બ્રિટિશ પાર્લમેન્ટના હિન્દી સભ્ય - દાદાભાઇ નવરોજી - ઇ.સ. ૧૮૯૧

૫. નોબેલ પારિતોષિક વિજેતા(સાહિત્ય) - રવીન્દ્રનાથ ટાગોર - ઇ.સ. ૧૯૧૩

૬. નોબેલ પારિતોષિક વિજેતા(વિજ્ઞાન) - ડૉ. સી.વી. રામન - ઇ.સ. ૧૯૩૦

૭. માઉન્ટ એવરેસ્ટ વિજેતા - શેરપા તેનસિંગ - ઇ.સ. ૧૯૫૩

૮. વડા પ્રધાન - જવાહરલાલ નેહરુ - ઇ.સ. ૧૯૪૭

૯. રાષ્ટ્રપતિ - ડૉ. રાજેન્દ્રપ્રસાદ - ઇ.સ. ૧૯૫૦

૧૦. સરસેનાપતિ - જ.કે.એમ.કરિઅપ્પા - ઇ.સ. ૧૯૪૯

૧૧. આઇ. સી. એસ. - સત્યેન્દ્રનાથ ઠાકુર - ઇ.સ. ૧૯૪૦

૧૨. બાર-એટ-લૉ - જે.એમ. ઠાકુર - ઇ.સ. ૧૯૦૧

૧૩. લોકસભાના અધ્યક્ષ - ગણેશ વી. માવળંકર - ઇ.સ. ૧૯૫૨

૧૪. પાકની સામુદ્રધુની તરી જનાર - મિહિર સેન - ઇ.સ. ૧૯૬૦

૧૫. અવકાશયાત્રી - રાકેશ શર્મા - ઇ.સ. ૧૯૮૪

૧૬. મહિલા વિદ્યાપીઠની સ્થાપના - ઘોંડો કેશવ કર્વે - ઇ.સ. ૧૯૪૩

૧૭. ઇન્ડિયન નૅશનલ કૉગ્રેસના સ્થાપક - એ.ઓ. હ્યુમ - ઇ.સ. ૧૮૮૫

૧૮. લશ્કરના ફિલ્ડ માર્શલ - જનરલ માણેકશા - ઇ.સ. ૧૯૭૧

૧૯. વાઇસરોય (ગર્વનર જનરલ) - સી. રાજગોપાલાચારી - ઇ.સ.૧૯૪૭

૨૦. નાયબ વડા પ્રધાન - સરદાર વલ્લભભાઇપટેલ -ઇ.સ. ૧૯૪૮

૨૧. આંધ્ર પ્રદેશની રચના માટે શહીદ - પોટ્ટી રામુલ્લુ -ઇ.સ. ૧૯૫૬

૨૨. ૧૮૫૭ વિપ્લવનો શહીદ - મંગલ પાંડે - ઇ.સ ૧૮૫૭

૨૩. વ્યકિતગત સત્યાગ્રહના સત્યાગ્રહી વિનોબા ભાવે -ઇ.સ. ૧૯૪૦

૨૪. વિકટોરીયા ક્રૉસ વિજેતા - ખુદબદખાન

૨૫. મુસ્લિમ રાષ્ટ્રપતિ - ડૉ. ઝાકીર હુસેન - ઇ.સ. ૧૯૬૭

૨૬. દલિત રાષ્ટ્રપતિ - ડૉ. કે. આર. નારાયણન્ - ઇ.સ. ૧૯૯૭

♥ વિશ્વમાં સૌ પ્રથમ વાર ક્યા દેશે શુ કર્યુ ? ♥

★ ગુલામી નાબૂદ કરનાર વિશ્વમાં પ્રથમ દેશ   સ્પેઇન

★ મૃત્યુ દંડ (અથવા ફાંસીની સજા ) નાબૂદ કરનાર વિશ્વમાં પ્રથમ દેશ - વેનેઝુએલા

★ સમલિંગી લગ્ન કાયદેસર કરનાર વિશ્વમાં પ્રથમ દેશ -  નેધરલેન્ડ્ઝ

★ પેપર ચલણ ઇશ્યૂ કરનાર વિશ્વમાં પ્રથમ દેશ ( ગીત રાજવંશ દ્વારા) - ચાઇના

★ ટપાલ સ્ટેમ્પ અદા કરનાર વિશ્વમાં પ્રથમ દેશ ( સ્ટેમ્પ નામ " પેની બ્લેક " છે ) - બ્રિટન

★  વિશ્વમાં હાઇડ્રો વીજળીનો વિકાસ કરનાર પ્રથમ દેશ - નૉર્વ

★ મહિલાઓ માટે મત અધિકાર દેવા માટે વિશ્વમાં પ્રથમ દેશ - ન્યુઝીલેન્ડ

★ વેટ ( વેલ્યુ એડેડ ટેક્સ ) દાખલ કરનાર વિશ્વમાં પ્રથમ દેશ - ફ્રાન્સ 1954માં

★  કાર્બન પર ટેક્સ લાદનાર વિશ્વમાં પ્રથમ દેશ -   ફિનલેન્ડ 1990માં

★ વિશ્વમાં પ્રથમ દેશ ડેમોક્રેટિક હોય - ગ્રીસ એથેન્સ

★ પ્રથમ દેશ વિશ્વ માં ઔદ્યોગિક ક્રાંતિ અનુભવ - બ્રિટન

★  વિશ્વમાં 3જી ટેકનોલોજી શરૂ કરનાર પ્રથમ દેશ - જાપાન

★ કૌટુંબિક આયોજન નીતિ શરૂ કરનાર પ્રથમ દેશ - ભારત

★ રેલવે શરૂ કરનાર વિશ્વમાં પ્રથમ દેશ - બ્રિટન

★ પૃથ્વીની ભ્રમણકક્ષામાં કૃત્રિમ ઉપગ્રહ તરતો મુકનાર વિશ્વમાં પ્રથમ દેશ - યુએસએસઆર અથવા સોવિયેત રશિયા1957માં( સેટેલાઈટના નામ સ્પુટનિક -1છે )

♥ ઓલિમ્પિક ચંદ્રક વિજેતાઓ ની યાદી 1952 - 2012 ♥

1.કાયલ જાધવ - કાંસ્ય  1952 (હેલસિંકી ) - રેસલિંગ - મેન્સ ફ્રીસ્ટાઇલ બેતમવેઇટ

2.લીએંડર પેસ - કાંસ્ય  1996 (એટલાન્ટા ) - ટૅનિસ - મેન્સ સિંગલ્સ

3.કારનમ મલ્લેશ્વરી - કાંસ્ય  - 2000 (સિડની ) - વેઈટ લિફટીંગ- મહિલા 69 કિલો

4.રાજ્યવર્ધનસિંઘ રાઠોડ - ચાંદી 2004 (એથેન્સ) શૂટિંગ - મેન્સ ડબલ ટ્રેપ

5.અભિનવ બિન્દ્રા - ગોલ્ડ 2008 (બેઇજિંગ) શૂટિંગ - મેન્સ 10m એર રાઇફલ

6.વિજેન્દ્ર સિંગ - બ્રોન્ઝ 2008 (બેઇજિંગ) બોક્સિંગ - મેન્સ 75 કિલો

7.સુશીલ કુમાર - બ્રોન્ઝ 2008 (બેઇજિંગ) રેસલિંગ - મેન્સ 66 કિલો ફ્રીસ્ટાઇલ

8.ગગન નારંગ - બ્રોન્ઝ 2012 (લંડન)  શૂટિંગ - મેન્સ 10m એરરાઇફલ

9.વિજય કુમાર - ચાંદી 2012 (લંડન) શૂટિંગ - મેન્સ 25 રેપિડ ફાયર પિસ્તોલ

10.સાનીયા નેહવાલ - બ્રોન્ઝ 2012 - (લંડન) - બેડમિંટન મહિલા સિંગલ્સ

11.મેરીકોમ - બ્રોન્ઝ 2012 (લંડન) - બોક્સિંગ - મહિલા ફ્લાયવેટ

12.યોગેશ્વર દત્ત - બ્રોન્ઝ 2012 - (લંડન) - રેસલિંગ - મેન્સ 60 કિલો ફ્રી સ્ટાઇલ

13.સુશીલ કુમાર - ચાંદી 2012 - (લંડન)   - રેસલિંગ - મેન્સ 66 કિલો ફ્રી સ્ટાઇલ

♥ A. P. J. Abdul Kalam Awards and honours ♥


♦2014------->Doctor of Science
♦2012------->Doctor of Laws (Honoris Causa)
♦2011------->IEEE Honorary Membership
♦2010------->Doctor of Engineering
♦2009------->Honorary Doctorate
♦2009------->Hoover Medal
♦2009------->International von Kármán Wings Award
♦2008------->Doctor of Engineering (Honoris Causa)
♦2007------->King Charles II Medal
♦2007------->Honorary Doctorate of Science
♦2000------->Ramanujan Award
♦1998------->Veer Savarkar Award
♦1997------->Indira Gandhi Award for National Integration
♦1997------->Bharat Ratna
♦1994------->Distinguished Fellow
♦1990------->Padma Vibhushan
♦1981------->Padma Bhushan

Sunday 26 July 2015

♥ વરસાદ વિશે જાણવા જેવું ♥

♥ नासाने ढूंढा पृथ्वी जैसा ग्रह - केपलर-452बी ♥


→ अमेरिकी वैज्ञानिकों को एक ऐसे ग्रह का पता चला है जो धरती से काफी मिलता जुलता है. जीवन की संभावनाएं जगाने वाला यह ग्रह सूर्य जैसे ही एक सूदूर तारे के चारों ओर परिक्रमा कर रहा है.

→ धरती से आकार में करीब 60 फीसदी बड़ा यह ग्रह उससे करीब 1,400 प्रकाशवर्ष दूर स्थित साइग्नस नाम के एक तारा समूह में स्थित है. खगोलविदों ने नासा के केपलर के स्पेस टेलिस्कोप से इसकी खोज की है. यह ग्रह एक ऐसे तारे के चारों ओर चक्कर लगाता दिखा है जो आकार और तापमान में धरती के सूर्य जैसा ही है लेकिन उम्र से उससे भी बड़ा. अमेरिकी अंतरिक्ष एजेंसी के एमीज रिसर्च सेंटर के खगोलविद जोन जेन्किंस ने बताया, "मेरे विचार में, हमें धरती के समान एक ग्रह जैसी सबसे नजदीकी चीज मिली है."

→ इस ग्रह का नाम केपलर-452बी रखा गया है और यह जिस सूर्य जैसे तारे के चारों ओर घूम रहा है वह करीब 6 अरब साल पुराना है. हमारी धरती के सूर्य की उम्र लगभग 4.6 अरब साल आंकी गई है. जेन्किंस कहते हैं, "यह जानना एक अद्भुत अनुभव है कि कि इस ग्रह ने 6 अरब साल इस तारे के आसपास हैबिटेबल जोन में बिताए हैं." हैबिटेबल जोन किसी तारे के चारों ओर के उस क्षेत्र को माना जाता है जिसमें परिक्रमा कर रहे ग्रह पर जीवन के आधार पानी के द्रव्य रूप में होने की संभावना हो. इस ग्रह पर जीवन होने की संभावना पर जेन्किंस कहते हैं, "उसकी सतह या सागरों में जीवन की उत्पत्ति के लिए इतना समय और अवसर काफी होना चाहिए, अगर यहां (धरती) की तरह वहां जीवन के लिए बाकी जरूरी सामग्री और परिस्थिति भी मिले."

→ नासा ने 2009 में केपलर स्पेस टेलिस्कोप भेजा था.
केपलर-452बी की अपने सूर्य से दूरी लगभग उतनी ही है जितनी धरती की हमारे सूर्य से. वह अपने सूर्य का एक चक्कर 385 दिनों में लगाता है जबकि धरती को 365 दिन लगते हैं. केंद्रीय तारे से इतनी दूरी पर ग्रह का तापमान पानी के लिक्विड रूप में रखने लायक माना जा रहा है. पहले भी वैज्ञानिक कुछ और धरती जैसे ग्रहों की पहचान कर चुके हैं लेकिन उनके तारों का तापमान और आकार इससे कम पाया गया. नासा ने 2009 में केपलर टेलिस्कोप को इसी मकसद से भेजा था कि धरती के सबसे नकदीकी तारों का पता लगा सके. केपलर को ऐसे ग्रहों का पता लगाना था कि क्या आकाशगंगा में धरती जैसे ग्रह होना आम है.

→ वैज्ञानिकों का मानना है कि अर्थ 2.0 कहा जा रहा यह नया ग्रह धरती की ही तरह चट्टानी हो सकता है. यह धारणा सांख्यिकीय गणनाओं और कंप्यूटर मॉडलिंग पर आधारित है और इसका अभी कोई सीधा साक्ष्य नहीं मिला है. 'दि एस्ट्रोनॉमिकल जर्नल' में प्रकाशित इस रिसर्च में कहा गया है कि यह ग्रह धरती से पांच गुना भारी और दोगुने गुरुत्व बल वाला ग्रह हो सकता है. वैझानिकों को लगता है कि इसका अपना वायुमंडल, बादलों वाला आकाश और सक्रिय ज्वालामुखी हो सकते हैं. इसके वायुमंडल के बारे में पता लगाने के लिए केपलर से भी अधिक संवेदनशील स्पेस टेलिस्कोप की जरूरत होगी. केपलर टेलिस्कोप से अब तक 1,000 से भी ज्यादा ग्रहों की पहचान की जा चुकी है और 4,700 ग्रह जैसी चीजें इस कतार में हैं. इस लंबी सूची में ऐसे 11 अन्य ग्रह हैं जो धरती जैसे हो सकते हैं.
आरआर/एमजे (रॉयटर्स)

♥ G - 20 ♥

♥ ટુથબ્રશ ♥

♥ કબૂતરો ચાલતી વખતે તેનું માથું ઉપર નીચે કેમ કરે છે? ♥

♥ મરીથી છીંક કેમ આવે છે? ♥

♥ વિશ્વ વિખ્યાત પર્વતારોહક - જ્યોર્જ મેલોરી ♥

સાભાર - ગુજરાત ગાર્ડીયન

♥ ઉંદરની પૂંછડીનો ઉપયોગ ♥

→ પ્રાણીઓમાં પૂંછડી તેનું મહત્ત્વનું અંગ છે. કેટલાક પ્રાણીઓ પૂંછડી વીંઝી મચ્છર જેવા જંતુઓને ભગાડે છે. તો કેટલાક પૂંછડી હલાવીને પોતાની વાત રજૂ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ પ્રાણીઓ માટે પૂંછડીનો સૌથી મોટો ઉપયોગ તેના શરીરનું તાપમાન જાળવવાનું છે. મનુષ્યના શરીરનું તાપમાન જાળવવા પરસેવો વળે છે. પ્રાણીઓને પરસેવો વળતો નથી એટલે આ કામ પૂંછડી કરે છે પરંતુ વાનર અને ઉંદરની પૂંછડીની વાત જુદી છે. ઉંદરની પૂંછડી ખૂબ લાંબી હોય છે. લાંબી પૂંછડી દ્વારા શરીરની વધારાની ગરમીનો નિકાલ થયા કરે અને શરીર ઠંડુ રહે છે. ઉંદર પોતાની પૂંછડીમાં વહેતા લોહીમાં વધઘટ કરી શકે છે. ઠંડી ઋતુમાં ગરમીની જરૃર હોય ત્યારે લોહી ઘટાડીને ગરમીનું વહન ઓછું કરી શકે છે. પૂંછડીની મદદથી નાનકડા પગવાળા ઉંદર દોરડા ઉપર સડસડાટ દોડી શકે છે વળી તપેલી જેવા વાસણની પાતળી ધાર ઉપર બેસીને આગળ ઝૂકીને ખોરાક ખાઈ શકે છે. સમતોલન જાળવવામાં પૂંછડીનો ઉપયોગ થાય છે.
 

♥ એલીહુ થોમસન ♥

~~♦ ઇલેક્ટ્રિક વેલ્ડિંગનો શોધક - એલીહુ થોમસન ♦~~

→ લોખંડ જેવી ધાતુના ટુકડા, સળિયા કે પાટો જોડવા માટે વેલ્ડીંગ થાય છે. વેલ્ડીંગ ગરમી દ્વારા થતી પ્રક્રિયા છે. ખૂબ જ ઊંચા ઉષ્ણતામાનવાળી જ્યોતથી લોખંડને જે જગ્યાએ સાંધવું હોય ત્યાં પિગાળવામાં આવે છે. પિગળેલા લોખંડના બે ભાગ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાઈ જાય છે. મકાનોના બાંધકામ, યંત્રો બનાવવામાં તેમજ ઉદ્યોગમાં વેલ્ડિંગનો વ્યાપક ઉપયોગ થાય છે. વેલ્ડિંગ માટે અનેક પદ્ધતિઓ શોધાઈ છે. ૨૦મી સદીની શરુઆતમાં ઘણા વિજ્ઞાાનીઓએ ધાતુને જોડવા માટે વિવિધ પ્રકારના વેલ્ડિંગની શોધ કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે શસ્ત્રો અને જહાજો બનાવવા માટે વેલ્ડિગની ખૂબ જ જરૃર પડી હતી. આ વિજ્ઞાાનીઓમાં એલિહુ થોમસનનું નામ જાણીતું છે.

→ એલિહુ થોમસનનો જન્મ ઇ.સ. ૧૮૫૩ના માર્ચ માસની ૨૯મી તારીખે બ્રિટનના માન્ચેસ્ટરમાં થયો હતો.

→ ઇ.સ. ૧૮૫૮માં તેનો પરિવાર અમેરિકાના ફિલાડેલ્ફિયામાં જઈને વસ્યો. એલિહુએ ફિલાડેલ્ફિયાની સેન્ટ્રલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને માત્ર ૨૩ વર્ષની ઉંમરે તે જ સ્કૂલમાં કેમિસ્ટ્રી વિભાગમાં અધ્યક્ષ બન્યો.

→ નોકરી દરમિયાન તેણે ઇલેક્ટ્રિક આર્કલાઇટ, ઓટોમેટિક ડાયનેમો, લોકલ પાવર ટ્રાન્સમિટર જેવી મહત્ત્વની શોધો કરી. આ શોધોથી તે પ્રસિદ્ધ થયો અને નોકરી છોડી તેણે પોતાની ઇલેક્ટ્રિક કંપની સ્થાપી. તે જમાનામાં ઇલેક્ટ્રિક ક્ષેત્રનાં ઉદ્યોગોનો ઝડપી વિકાસ થયો હતો. થોમસને ઝડપથી પ્રગતિ કરી કંપનીનો વિકાસ કર્યો આ દરમિયાન તેણે ૨૧ જેટલી ઉપયોગી શોધો કરી.

→ ઇલેક્ટ્રિક ક્ષેત્રે કરેલા યોગદાન બદલ તેને ઘણા સન્માનો મળેલાં. વિશ્વની જાણીતી માસાચ્યુસેટસ ઇન્સ્ટીટયૂટના પ્રમુખ પણ બનેલ. તેણે અમેરિકા, યુરોપ અને ફ્રાન્સમાં ઘણી ઇલેક્ટ્રિક કંપનીઓ સ્થાપેલી.

→ ઇ.સ. ૧૯૩૭ના માર્ચ માસની ૧૩ તારીખે તેનું અવસાન થયું હતું.

♥ સાભાર - ગુજરાત સમાચાર ♥

♥ અજબ ગજબ ♥

♥ વેનકુંવરમાં આવેલા લોર્ડ ઝેનિથ ટેલિસ્કોપનો અરિસો પ્રવાહી  પારાનો બનેલો છે. ૨૮ લીટર પારો ભરેલું વાસણ સતત ચક્રાકાર ફરે છે એટલે તેમાં ભરેલો પારો તેની અંદરની સપાટી પર વિખરાઈને અંતર્ગોળ અરિસો બની જાય છે. પૃથ્વીની જીવસૃષ્ટિનું રક્ષણ કરતું ઓઝોન પડ માત્ર ૩ મી.મી. જાડું છે

♥ લોહચૂંબક પૃથ્વીનો ચુંબકીય ધ્રુવ દર્શાવે છે. પૃથ્વીનો ભૌગોલિક ધ્રુવ કેનેડાના એલિફ રિંજમાં અને દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકાના બિલ્કીસમાં છે જે ચુંબકીય ધ્રુવ કરતાં ઘણા દૂર છે.

♥ વિશ્વની સૌથી ઊંડી ખીણ દક્ષિણ આફ્રિકાની વેસ્ટર્ન ડીપ ૪.૨ કિલોમીટર ઊંડી છે.

♥ માઈનસ ૧૯૦ ડિગ્રી તાપમાને હવા પ્રવાહી બની જાય છે. પ્રવાહી હવા ભૂરા રંગની હોય છે.

♥ પૃથ્વી પર પાણીનો જથ્થો અબજો વર્ષથી સમાન રીતે જળવાઈ રહ્યો છે તેમાં વધઘટ થતી નથી.

♥ આઈસલેન્ડમાં ૧૨૦ હિમ નદીઓ છે અને ૨૦૦ જેટલા જ્વાળામુખી પર્વતો છે એટલે તેને લેન્ડ ઓફ ફાયર એન્ડ આઈસ કહે છે.

♥ ભગવાનશ્રી જગન્નાથજીને હાથ પગ કેમ નહીં ? ♥

અ ષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા વર્ષોથી નિયમિત નીકળે છે. રથયાત્રાની સમયે ભાઈ બલરામબહેન સુભદ્રા તથા અન્ય રથમાં ભગવાનશ્રી જગન્નાથજી બિરાજેલા હોય છે. સુંદર વાઘા ખૂશ્બુદાર મહેંકતા ફૂલોના શણગારથી આ ત્રણેય મૂર્તિઓ શણગારી રથમાં મૂકવામાં આવે છે. સર્વ ધર્મપ્રેમી જનતા ત્રણેયના દર્શન કરીને પોતાની જાતને ધન્ય માને છે. વાસ્તવિક રીતે જોવા જઈએ તો આ રથયાત્રા હિન્દુ ધર્મનો વર્ષોથી ચાલ્યું આવતું ઐતિહાસિક પર્વ છે. રથયાત્રા જ્યારે મંદિરના પટાંગણમાંથી પ્રસ્થાન કરે છે તે સમયે જગન્નાથપુરીના રાજવંશી પુરૃષ આજે પણ પ્રભુના રથના માર્ગમાં હાથમાં બોગરો લઈ માર્ગ સાફ કરે છે.

નિલગીરી પર્વત પર રાજા ઈન્દ્રદયુગ્ને ઘણા વર્ષો સુધી તપ કર્યું ત્યારે ભક્તને આધીન ભગવાને પ્રસન્ન થઈને રાજાને કહ્યું કે હે રાજન બ્રહ્માદિક દેવતાઓને બોલાવી મારી આ સ્થાને પ્રતિષ્ઠા કરો. આ સ્થાન ખૂબ જ પવિત્ર છે. મારો વાસ છે આ ધામમાં. સમગ્ર વિશ્વમાં આ પવિત્ર ધામ વિશ્વ વિખ્યાત થાય એવી મારી ખેવના છે. લોકવ્યવહાર માટે પ્રતિષ્ઠા કરો.

રાજા ઇન્દ્રદયુગ્ને બ્રહ્માદિક દેવતાઓને બોલાવી પૂજા-પ્રતિષ્ઠા કરી ત્યારબાદ તમામ બ્રહ્માદિક દેવતાઓ પૂજા અર્ચના પૂર્ણ કરી તિર્થ પ્રસાદ ગ્રહણ કરીને સ્વસ્થાને વિદાય થયા. સમય જતાં રાજાએ વિશ્વકર્માના વંશજોને ખબર આપીને સુથારને બોલાવ્યો અને લાકડામાંથી મૂર્તિઓ તૈયાર કરવા જણાવ્યું. સુથારે કહ્યું. મહારાજ હું જરૃર મૂર્તિઓ બનાવું પરંતુ એ ઓરડાના દ્વાર તમારે સળંગ એકવીસ દીવસ સુધી ખોલવાના નહીં. મહારાજે તરત જ એ સુથારની શરત મંજુર રાખી. સુથાર ઓરડાના મુખ્ય કમાડબંધ કરીને પોતાના સર્જન કામમાં લાગી ગયો. આમને આમ જ અગિયાર દિવસ વીતી ગયા. અંદર ઓરડામાં ઘડવાનો અવાજ કે અન્ય આવન જાવનની ખબર પડી નહતી. એટલે અગિયારમા દિવસે રાજાને ચિંતા પેઠી કે માનો યા ના માનો જરૃર આ સુથાર ભૂખ અને તરસના હિસાબે મૃત્યુ પામ્યો લાગે છે આમ વિચારી અગિયારમે દિવસે ખુદ રાજાએ જ ઓરડાના કમાડ ખોલી નાખ્યા. રાજાને જોતા જ સુથારે કહ્યું હજી આ મૂર્તિઓ પૂર્ણ તૈયાર થઈ નથી. આપે શરતભંગ કરીને ઓરડાના કમાડ ખોલી નાખ્યા એટલે હવે આ મૂર્તિઓનું કામ અધુરૃ જ રહેશે. હાથ અને પગ હજી બાકી રહી ગયા છે જે હું બનાવીશ નહીં. સુથારનાં વચનો સાંભળીને રાજા ખૂબ જ દુઃખી થયો. શરતભંગ કરવા માટે તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. મેં આપેલું વચન હું પાળી શક્યો નહીં. મારા મનમાં જરા પણ ધીરજ ના રહી. સુથાર ઉપર વિશ્વાસ ના રાખ્યો રાજા મનોમન આત્મવિલાપ કરી તરફડવા લાગે છે.

ત્યારે આકાશવાણી સંભળાઈ કે હે રાજન લેશમાત્ર શોક કરશો નહીં. જો મૂર્તિઓ પૂર્ણ કદની બનત તો સંસારમાંથી કર્મફળ નષ્ટ થાત જેના કારણે અહીં આવેલો માનવી જગન્નાથપુરી દર્શન કરતા જ ચતુર્ભૂજ બની જાત. એટલે જ અમારી આ અપૂર્ણ હાથ પગ વગરની મૂર્તિઓ છે તેમાં જ અમારી પ્રાણ પ્રતિષ્ઠા કરો. અને હવે પછી આ લાકડાની આ જ પ્રમાણેની મૂર્તિઓ દર બાર વર્ષે અવશ્ય બદલતા રહેજો.

રાજા ઈન્દ્રદયુગ્ન પોતાના ભાઈ ભાંડુ સહિત મંદિરનું નિર્માણ કરી મૂર્તિઓમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરીને દૂર યાત્રાએ ગયા તિર્થોના દર્શન પૂજન નદી સ્નાન કરીને સ્વગૃહ તરફ ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ એક પછી એક બંને હાથ ચતુર્ભૂજ થઈ ગયા અને ભગવાન શ્રી વિષ્ણુના વૈકુંઠ ધામ ગયા.

♥ અવાજ અને કાન વિશે જાણવા જેવું ♥


♦ પૃથ્વી પર અને વાતાવરણમાં ઘણા અવાજ થતા હોય છે. પરંતુ આપણા કાન સુધી પહોંચે તેની જ આપણને ખબર પડે છે. આમ અવાજનું અસ્તિત્વ પ્રાણીઓના કાન પર નિર્ભર છે.

♦ આપણા કાન બહાર દેખાય છે તેના કરતા ખોપરીની અંદર મોટી રચના ધરાવે છે. બહારના કાન અવાજને ગ્રહણ કરવાનું કામ કરે છે.

♦ કાનના મધ્યકર્ણ ભાગમાં યુસ્ટેશિયન ટયુબ નામની નળી હોય છે. જેમાં પ્રવાહી ભરેલું હોય છે. જે આપણું સમતોલન જાળવે છે. ચકડોળમાં બેસીએ ત્યારે આ પ્રવાહ એકતરફી થઈ જઈ આપણને ચક્કર આવે છે.

♦ કાનના આંતરિક ભાગમાં આવેલું ટેમ્પરલ હાડકું શરીરનું સૌથી સખત હાડકું છે.

♦ કાનમાં દાખલ થતો અવાજ હવા દ્વારા પ્રવેશે છે પરંતુ આંતરિક કાનમાં તે મોજા તરીકે આગળ વધે છે.

♦ અવાજ કેટલો મોટો છે તે જાણવાનું માપ ડેસિબલ છે. જેટ વિમાન સૌથી વધુ ૧૩૦ ડેસીબલનો અવાજ કરે છે.

♦ અવાજના મોજાનો આંદોલનકાળ ફ્રિકવન્સી કહેવાય છે. તે એક સેકંડમાં કેટલું ધ્રુજે છે તેનાથી મપાય છે તેને 'હર્ટઝ' કહે છે.

♦ અવાજ દર સેકંડે ૧૧૩૦ ફૂટની ઝડપે ગતિ કરે છે.

♦ અવાજ સખત પદાર્થ કે દીવાલ પર પછડાઈને પાછો ફરે છે.

♦ પ્રાણીઓ અને માણસોની સાંભળવાની શક્તિ જુદી જુદી હોય છે.

♦ મોટા ભાગના જળચર પ્રાણીઓ અને માછલીને કાન હોતા નથી તે ચામડી ઉપર પછડાતા વિવિધ મોજામાંથી અવાજના મોજા પારખી શકે છે.

♥ જળચર જીવોમાં અજાયબી ♥

* ડોલ્ફિન પાણીના તળિયે બંને આંખ ખુલ્લી રાખીને ઊંઘ લે છે.

* જાયન્ટ સ્કવીડની આંખો તમામ જળચર જીવોમાં સૌથી મોટી દોઢ ફૂટના વ્યાસની હોય છે.

* ઓક્ટોપસની આંખોની કીકી ચોરસ હોય છે તે એક સેકંડમાં ૭૦ વખત આંખ પટપટાવે છે.

* ગોલ્ડનફિશ ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને જોઈ શકે છે.

* ઇલેક્ટ્રિક ઇલ નામની માછલીને કોઈ સ્પર્શે તો ૬૫૦ વોલ્ટનો કરંટ ઝાટકો લાગે છે.

* વેનેઝુએલાની ફિલિફીશ તળાવમાં રહે છે. તળાવનું પાણી સૂકાઈ જાય તો બે માસ સુધી પાણી અને ઓક્સિજન વિના જીવી શકે છે.

* વાઇપર ફિશને જડબાની બહાર નીકળેલા બે અણિયાળા દાંત હોય છે.

* વ્હેલ તેની આંખના ડોળા ફેરવી શકતી નથી. તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે.

* ગ્રેટ વ્હાઇટ શાર્કના જડબા ખૂબ જ શક્તિશાળી હોય છે તે જડબુ ભીંસે ત્યારે દર ચોરસ ઇંચે ૩૦ ટન વજન જેટલું દબાણ કરે છે.

* ટાઇગર શાર્કના દાંત જડબુ બંધ હોય ત્યારે પેઢામાં ઉતરી જાય છે અને મોં ખોલે ત્યારે દાંત સરકીને બહાર આવે છે.

♥ સૌજન્ય - ગુજરાત સમાચાર ♥

♥ કપાસ ♥

૫૦૦૦ વર્ષથી ઉપયોગી થતી વનસ્પતિ - કપાસ

→ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ વનસ્પતિ, પ્રાણી, પક્ષીઓ, જંતુઓ અને જળચરો એકબીજાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માણસ જાતના વિકાસમાં વનસ્પતિનો સૌથી મોટો ફાળો છે. વનસ્પતિ માણસ માટે ખોરાક ઉપરાંત અનેક ઉપયોગમાં આવે છે. તેમાં કપાસનું સ્થાન અનોખું છે. કહેવાય છે કે માણસ સૌ પ્રથમ કપાસની ખેતી કરતા શીખ્યો હતો. કપાસમાંથી મળતું રૃ વિશ્વની આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ટોચના સ્થાને હતું. રૃમાંથી કાપડ ઉપરાંત ઘણા ઉપયોગ છે.

→ ભારતમાં ૫૦૦૦ વર્ષ પહેલાંય કપાસની ખેતી થતી હતી. કપાસમાંથી કાપડ બનાવવા સુધીની પ્રક્રિયામાં ઉપયોગી મોટા ભાગના સાધનો અને પદ્ધતિ ભારતમાં શોધાયા હતા.

→ કપાસનો છોડ એકથી દોઢ મીટર ઊંચો થાય છે. તેનો પહોળા પંજાકાર પાન હોય છે તેમાં પીળા ફૂલ આવે છે અને ફૂલમાંથી ત્રિકોણાકાર ફળ પાકે છે તેને જિંડવું કહે છે. કપાનસા ફળની અંદર માવા જેવો ઘટ્ટ પદાર્થ હોય છે. સૂર્ય પ્રકાશની ગરમીથી તે પાકે છે ત્યારે ફળ સૂકાઈને તૂટી જાય છે અને પેલો ઘટ્ટ પદાર્થ રૃ સ્વરૃપે બહાર આવે છે. રૃમાં કપાસના અસંખ્ય બીજ હોય છે. જિંડવામાં રૃ કપાસના વિકાસ માટે રૃરી છે પવનને કારણે રૃ ઊડીને દૂર સુધી જાય છે અને તેની સાથે બીજને લઈ જાય છે. આમ દૂર સુધી કપાસના બીજા છોડ ઊગે છે.

→ કપાસના છોડના દરેક ભાગ ઉપયોગી છે. કપાસના છોડની ડાખળી કે સાંઠી બળતણ તરીકે ઉપયોગી છે. કપાસના બીજ કપાસિયામાંથી તેલ મળે છે જે આપણા ખોરાક તરીકે ઉપયોગી થાય છે. તેલ કાઢયા પછી વધેલો કપાસિયાનો ખોળ પશુઓનો ઉત્તમ આહાર છે.
કપાસમાંથી મળતું રૃ માનવ જાત માટે સૌથી વધુ ઉપયોગી રહ્યું છે. ગાદી- ગાદલા ભરવા ઉપરાંત તેના રેસામાંથી કાપડ બને છે

Saturday 25 July 2015

♥ RTE 2009 ♥

♥ भारत में युरोपीय कंपनियो के आगमन का क्रम ♥

♠ Trick ♠

♦ पुत्र अडा डैड फसा ♦

पुत्र – पुर्तगाली(1498)
अ – अंग्रेज(1600)
डा – डच(1602)
डैड – डैनिस(1616)
फ – फ्रांसीसी(1664)
सा – स्वीडिश(1731)

Thursday 23 July 2015

♥ ડોનાલ્ડ બ્રેડમેન પરથી પ્રેરિત ડોનાલ્ડ ડકનું નામ ♥

♥ યુરોપની સૌથી મોટી લેક સિસ્ટમ ♥

♥ અણુવિદ્યુત મથકો - ભારત ♥

→ વિદ્યુત ઉત્પાદનનાં મુખ્ય કેન્દ્રો  (અટૉમિક પાવર પ્લાન્ટ) :-

(૧) મહારાષ્ટ્ર : તારાપુર
(૨) ગુજરાત : કાકરાપાર
(૩) રાજસ્થાન : કોટા, રાવતભાટા
(૪) ઉત્તર પ્રદેશ : નરોરા
(૫) તમિલનાડુ : કલ્પક્કમ

♥ જળવિદ્યુત મથકો - ભારત ♥

➡ (૧) મહારાષ્ટ્ર: ખોપોલી, ભીરા, ભીવપુરી, કોયના, વૈતરણા

➡ (૨) જમ્મુ-કાશ્મીર : બારામુલા

➡ (૩) હિમાચલ પ્રદેશ : પોંગ, મંડી, ભાખડા

➡ (૪) ઉત્તરાખંડ: યમુના, રામગંગા, શારદા

➡ (૫) ઉત્તર પ્રદેશ : રિહંદ

➡ (૬) બિહાર : ગંડક, કોસી

➡ (૭) ઝારખંડ : દામોદર યોજનાનાં મથકો

➡ (૮) રાજસ્થાન : રાણાપ્રતાપસાગર, કોટા

➡ (૯) મધ્ય પ્રદેશ : ગાંધીસાગર

➡ (૧૦) ગુજરાત :કડાણા, ઉકાઇ

➡ (૧૧) ઓરિસ્સા : હીરાકુડ

➡ (૧૨) અસમ : બારપાની, કોપિલી

➡ (૧૩) નાગાલૅન્ડ : દોયાંગ

➡ (૧૪) આંધ્ર પ્રદેશ : નાગાર્જુનસાગર, શ્રીશૈલમ, સિલેરુ

➡ (૧૫) કર્ણાટક : શરાવતી, કાલીનદી, શિવસમુદ્રમ

➡ (૧૬) તમિલનાડુ : મેત્તુર, પાઇકારા

➡ (૧૭) કેરલ : ઇડુક્કી, સબરીગિરિ