આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 24 August 2015

♥ ભારતીય ચલણી નોટો વિશે અવનવું ♥

23rd Aug 2015

બિઝનેસ ડેસ્કઃ ભારતમાં રહેનારી દરક વ્યક્તિ ભારતીય ચલણી નોટો સાથે સંકળાયેલી તમામ જાણકારી ધરાવતો હોય છે. છતા પણ કરન્સી વિશે કેટલીક વાતો એવી છે જો ઘણા ઓછો લોકો જાણે છે. તેમાં નોટમાં છપાયેલ ચિત્ર, નંબર અને તસ્કરી સાથે સંકળાયેલી કેટલીક હકીકતો છે. મનીભાસ્કર તમને ભારતીય નોટ સાથે સંકળાયેલી કેટલીક એવી જ જાણકારીઓ આપી રહ્યું છે, જેમાં ઘણું બધુ છપાયેલું હોય છે, પરંતુ તેના વિશે ઓછા લોકો જાણે છે.



♦ દરેક નોટ પર હોય છે એક ખાસ તસવીર ♦

દરેક ભારતીય નોટ પર માણસ, જાનવરો, પ્રકૃત્થી લઇને આઝાદીના આંદોલન સાથે સંકળાયેલી તસવીરો છપાયેલી હોય છે. 20 રૂપિયાની નોટ પર આંદામાન આઇલેન્ડની તસવીર છે. ત્યારે રૂ. 10ની નોટપર હાથી, ગેંડા અને વાઘનો ફોટો છાપેલો છે, જ્યારે 100 રૂપિયાની નોટ પર પહાડ અને વાદળની તસવીર છે. તેના સિવાય 500 રૂપિયાની નોટ પર આઝાદીના આંદોલન સાથે સંકળાયેલી 11 મૂર્તિઓ છપાયેલી છે.



♦ બ્લેડ બનાવવા માટે થતી હતી સિક્કાઓની તસ્કરી ♦

બાંગ્લાદેશમાં બ્લેડ બનાવવા માટે એક સમયે 5 રૂપિયાના સિક્કાઓની તસ્કરી કરવામાં આવતી હતી. પાંચ રૂપિયાના સિક્કામાંથી 6 બ્લેક બનાવવામાં આવતી હતી. એક બ્લેડની કિંમત રૂ. 2 હતી. એવામાં બ્લેડ બનાવવાવાળાઓને ઘણો ફાયદો થતો હતો. તેને જોતા સરકારે સિક્કા બનાવવામાં વપરાતી ધાતુને બદલી નાખી. 2009માં પોલીસ સિક્કાની હેરાફેરીને પકડી હતી, જેના પછી આ જાણકારી મળી હતી.



♦ ભારતીય નોટ પર 17 ભાષાઓમાં લખેલી હોય છે કિંમત ♦

હિન્દી અને અંગ્રેજી સિવાય ભારતીય નોટમાં 15 ભાષાઓનો ઉપયોગ થાય છે. કોઇ પણ નોટ જેમ કે 10,20, 50 પર હિન્દી અને અંગ્રેજીની સાથે આસામી, બંગાલી, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તમિળ, તેલુગુ અને ઉર્દૂમાં તેની કિંમત લખેલી હોય છે. હિન્દી અને અંગ્રેજીનો ઉપયોગ નોટના આગળના હિસ્સામાં હોય છે. બાકી ભાષાઓ નોટના પાછળના ભાગમાં લખેલી હોય છ



♦ નિશાનથી ખબર પડે છે ક્યાં બન્યો છે સિક્કો ♦

દરેક સિક્કા પર એક નિસાન છાપેલુ હોય છે જેને જોઇને તમને ખબર પડી જશે કે આ ક્યા ટંકશાળનો છે. સિક્કામાં છપાયેલી તારીખની નીચે એક ડાયમંડ તૂટેલો નજર આવે છે. આ ચિહ્ન હૈદરાબાદ ટંકશાળનું ચિહ્ન છે. હૈદરાબાદ ટંકશાળની શરૂઆતમાં સ્ટાર માર્કનો ઉપયોગ કરવામાં આવ્યો. બાદમાં તેને બદલે ડાયમંડ શેપમાં લાવવામાં આવ્યો અને તેમાંથી કેટલાક સિક્કાઓમાં તૂટેલો ડાયમંડ પણ સામેલ છે. નોઇડા ટંકશાળના સિક્કા પર જ્યાં છપામણીનું વર્ષ અંકિત કરવામાં આવ્યું હોય છે તેની બરોબર નીચે નાનું અને ઘાટુ ડોટ હોય છે. તેને સૌથી પહેલા 50 પૈસાના સિક્કા પર બનાવવામાં આવ્યા હતા. 1986માં આ માર્ક અંકિત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેના સિવાય મુંબઇ અને કોલકાતામાં પણ ટંકશાળ છે.



♦ 1954માં છાપવામાં આવી હતી 10,000 અને 5,000 રૂપિયાની નોટ ♦

1938માં પહેલી વાર રિઝર્વ બેન્કે 10,000 રૂપિયાની નોટ ભારતમાં છાપી હતી. રિઝર્વ બેન્કે જાન્યુઆરી 1938મે પહેલી પેપર કરન્સી છાપી હતી, જે 5 રૂપિયાની નોટની હતી. ચાલુ વર્ષે 10 રૂપિયા, 100 રૂપિયા, 1,000 રૂપિયા અને 10,000 રૂપિયાની નોટ પણ છાપવામાં આવી હતી. જોકે, 1946માં 1,000  અને 10 હજારની નોટ બંધ કરી દેવાઇ હતી. પરંતુ 1954માં ફરી એક વાર 1,000 અને 10,000 રૂપિયાની નોટ છાપવામાં આવી હતી. સાથે જ રૂ. 5,000ની નોટ પણ છાપવામાં આવી હતી. પરંતુ 1978માં 10,000 અને 5,000ની નોટને પૂરી રીતે બંધ કરી દેવામાં આવી હતી.




♦ આરબીઆઇ નહી નાણાં મંત્રાલય જારી કરે છે એક રૂપિયાની નોટ ♦

એક રૂપિયાની નોટ નાણાં મંત્રાલય જારી કરે છે. બાકી દરેક નોટ જારી કરવાનો અધિકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) પાસે છે. આ નોટ પર આરબીઆઇ ગવર્નરની જગ્યાએ ફાઇનાન્સ સેક્રેટરીની સહી હોય છે.



♦ ભારત જ નહી આ દેશોની કરન્સી પણ છે રૂપિયા ♦

20મા દાયકાના પ્રારંભમાં રૂપિયો અદન, ઓમાન, કુવૈત, બેહરીન, કતાર, કેન્યા, યુગાન્ડા, સેશલ્સ અને મોરીશિયસની પણ કરન્સી હતો. જોકે હજુ પણ સાત એવા દેશો છે જ્યાંની કરન્સી રૂપિયો છે. ઇન્ડોનેશિયા, મોરીશિયસ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકાની કરન્સી રૂપિયો છે.



♦ નેપાળમાં નથી ચાલતી 500 અને 1000 રૂપિયાની નોટ ♦

નકલી નોટોની વધતી જતી ઘટનાઓને જોતા નેપાળે ભારતીય 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લાદી દીધો છે. એટલું જ નહી જો કોઇ આ નોટ સાથે પકડાય તો તેને દંડ ફટકારવાની પણ જોગવાઇ છે. તેને કારણે નેપાળે સોનૌલી બોર્ડર પર એક નોટિસ બોર્ડ પર લગાવ્યું છે, જેમાં આ ચેતવણી આપવામાં આવી છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.