આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 21 September 2015

♥ આહારમાં ઉપયોગી મીઠું ♥

→ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મીઠું નખાય છે. આપણે મીઠાઇ સિવાયની દરેક વાનગીમાં  મીઠું નાખીએ છીએ. મીઠા વિનાના દાળ- શાક ફિક્કા લાગે આ જાણીતી વાત છે પરંતુ મીઠા વિશે કેટલીક નવાઇ ભરી વાતો પણ રસપ્રદ છે.

♦ આપણા શરીરમાં ૦.૨૮ ટકા મીઠું હોય છે. મગજમાંથી શરીર તરફ આવતા જતાં સંદેશા હળવા વીજ પ્રવાહથી થાય છે. તેમાં મીઠાની ભૂમિકા મહત્વની છે.

♦ મીઠું સમુદ્રનું પાણી સુકાઇ ગયા પછી  વધેલો સામાન્ય ક્ષાર છે. તેનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ  છે. આ બંને ધાતુઓ છે.

♦ દરિયાના પાણી ઉપરાંત કેટલીક જગ્યાએ જમીનમાંથી ખનીજ તરીકે પણ મીઠું મળે છે.

♦ મીઠું બેક્ટેરિયાનો નાશ કરે છે. ખોરાકને લાંબો સમય સાચવી રાખવા મીઠાનો ઉપયોગ થાય છે.

♦ તમને નવાઇ લાગશે પરંતુ ઇથોપિયા, તિબેટ જેવા કેટલાક દેશોમાં પ્રાચીન કાળમાં મીઠાના ગાંગડાનો નાણાંના સિક્કાની જેમ ચલણમાં ઉપયોગ થતો.

♦ પ્રાચીન રોમમાં સૈનિકોને પગારમાં મીઠું આપવામાં આવતું. પગાર માટેનો 'સેલેરી' શબ્દ 'સોલ્ટ' ઉપરથી બન્યો છે.

♦ જાપાનમાં શુભ કાર્યો કરતાં  પહેલા આસપાસમાં મીઠું  છાંટવાની પરંપરા છે. તેનાથી અનિષ્ટ તત્વો દૂર રહે છે. તેવી માન્યતા છે.

♦ ઠંડા પ્રદેશોમાં રસ્તા પર જામેલો બરફ દૂર કરવા તેની ઉપર મીઠું છાંટવામાં આવે છે. અમેરિકામાં ખોરાક કરતા રસ્તા સાફ કરવામાં વધુ મીઠું વપરાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.