આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 31 October 2015

♥ દુનિયાનું અજબ-ગજબ ♥

♦ બ્રિટનના મધરવેલ શહેરમાં રહેતા કીથ રોસ નામના જાનવર પ્રેમી માણસે ઘરમાં ૬૦ ગરોળી, ૨૮ સાપ, ત્રણ કાચબા, એક અજગર અને ત્રણ કરોળીયા પાડયા છે. તેને નાનપણથી જ જાનવર પાળવાનો શોખ હતો.

 
♦ ટોમી નામના કાચબાની ઉંમર ૧૧૬ વરસની છે. જે બ્રિટનના ક્રોયડોનમાં શીલા ફલોરિસના ઘર રહે છે. આ કાચબો ૧૧ વરસનો હતો ત્યારે તેને ખરીદવામાં આવ્યો હતો. આ કાચબાએ ઘરમાં ત્રણ પેઢી જોઈ છે અને બે વિશ્વયુદ્ધ જોયા છે.

 
♦ આમ તો દરેક મહિલા પોતાનો અવાજ સુરીલો હોય તેમ ઈચ્છે છે પણ બ્રિટનના ગ્રેટ માન્ચેસ્ટરમાં રહેતી નોર્મા નામની ૫૬ વર્ષની મહિલાનો અવાજ પુરૃષ જેવો છે તે જયારે વાત કરતી હોય ત્યારે તેને જોવે નહીં તો સાંભળનારને એમ જ લાગે કે કોઈ પુરૃષ જ છે તે નાની હતી ત્યારથી તેનો અવાજ એવો જ છે.

 
♦ દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ શિકાર કરવા માટે વપરાતા તીર પર રંગબેરંગી દેડકાનું ઝેર લગાડે છે. આ દેડકા દેખાવમાં કાળા રંગના હોય છે પણ તેમના આ કાળા રંગ પર લાલ-લીલા-પીળા રંગના ધાબા હોય છે. એટલા માટે તેને રંગબેરંગી દેડકા કહેવાય છે. તેમનું ઝેર લગાડેલા તીરથી કોઈ પ્રાણી બચી શકતા નથી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.