આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 7 February 2016

♥ રોનાલ્ડ રોસ ♥

મેલેરિયા અને મચ્છરના સંબંધનો શોધક

મચ્છર માણસનો સૌથી મોટો દુશ્મન છે. વિજ્ઞાનીઓએ પૃથ્વી પરથી મચ્છરનો સંપૂર્ણ નાશ કરવા માટે વિવિધ ઉપાયો શોધ્યા છે અને હજી શોધી રહ્યા છે પરંતુ મચ્છરનો સમૂળગો નાશ કરી શકાયો નથી. મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે તે વિશ્વભરમાં ફેલાયેલો રોગ છે.

અગાઉના જમાનામાં મેલેરિયા કેવી રીતે થાય છે તે લોકો જાણતા નહોતા. રોનાલ્ડ રોસ નામના વિજ્ઞાનીએ માદા એનોફિલિસ મચ્છર કરડવાથી આ રોગ થાય છે તે શોધી કાઢયું ત્યાર બાદ મેલેરિયા પર કાબુ મેળવવાનો ઉપાય પણ મળી આવ્યો.

રોનાલ્ડ રોસનો જન્મ ભારતમાં અલમોડામાં ઈ.સ. ૧૮૫૭માં થયો હતો. તેના પિતા ભારતની સેનામાં અધિકારી હતા. તે સમયે  ભારતમાં અંગ્રેજોનું રાજ હતું. રોનાલ્ડ આઠ વર્ષની ઉંમર સુધી ભારતમાં રહેલો. ત્યારબાદ તેના પિતાએ તેને ઈંગ્લેન્ડના સાઉધમ્પટનની શાળામાં ભણવા મોકલ્યો. વિદ્યાર્થી અવસ્થામાં તેને સંગીત, ચિત્ર અને કવિતાઓમાં રસ હતો પરંતુ તેના પિતા તેને ડોક્ટર બનાવવા માગતા હતા.

રોનાલ્ડને લંડનની હોસ્પિટલમાં ભણવા મૂક્યો. ઈ.સ. ૧૮૭૯માં રોનાલ્ડે રોયલ કોલેજમાં સર્જનની પરીક્ષા પાસ કરી. ઈ.સ. ૧૮૮૧માં તેઓ ફરી ભારત આવી સૈન્યમાં ડોક્ટર તરીકે જોડાયા.

ભારતના ચેન્નાઈમાં તેમણે જોયું કે સૈનિકોને વારંવાર મેલેરિયા થાય છે. લોકો એમ માનતા કે ખરાબ હવામાં શ્વાસ લેવાથી મેલેરિયા થાય છે. રોનાલ્ડને આ વાત ગળે ઊતરી નહીં. તેમણે ઈંગ્લેન્ડ જઈને જંતુશાસ્ત્રનો અભ્યાસ કરી મેલેરિયા મચ્છર કરડવાથી થાય છે તેવી શોધ કરી. આ શોધ બદલ ઈ.સ. ૧૯૧૧માં તેમને મેડિસીનનું નોબેલ ઈનામ એનાયત થયું હતું. ઈ.સ. ૧૯૩૨ના સપ્ટેમ્બરની ૧૬ તારીખે તેમનું અવસાન થયું હતું.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.