આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday 23 March 2016

♥ ટોની ફ્રોગમાઉથ ♥





મોટા ભાગના પક્ષીઓને જીભ હોતી નથી પરંતુ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા ટોની ફ્રોગમાઉથ નામના પક્ષીને દેડકા જેવું મોં અને તેમાં લાંબી જીભ હોય છે. દેડકાની જેમ જ તે જીભ લંબાવીને ઉડતા જીવડાનો શિકાર કરે છે.

ટોની ફ્રોગમાઉથ દોઢ ફૂટ લાંબા કદાવર પક્ષી છે તેનું વજન લગભગ દોઢ કિલો હોય છે. ઘૂવડની જેમ તેની ચાંચ ઉપર પીળા કુંડાળા હોય છે દેડકાના મોં જેવી ચાંચથી તે બિહામણા લાગે છે. ફ્રોગમાઉથ રાત્રે શિકાર કરવા નીકળે છે અને અન્ય પક્ષીઓ પગના પંજા વડે શિકારને પકડે પણ ફ્રોગમાઉથ ચાંચથી જ શિકારને પકડે છે. ઉડતા જીવજંતુઓ ઉપરાંત ઉંદર જેવા નાના પ્રાણીઓનો શિકાર કરે છે.

ટોની ફ્રોગમાઉથનું શરીર કાળા ટપકાવાળું કાબરચિતરૃ હોય છે. કાળા ખડકની ઉપર શિકારની રાહ જોઈને બેઠેલા  ફ્રોગમાઉથનું શરીર ખડકોના રંગમાં ભળી જાય છે એટલે તે જલદી નજરે પડતું નથી.

ટોની ફ્રોગમાઉથ એક જ માળામાં રહીને પરિવાર સાથે જીવન ગુજારે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.