આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 20 March 2016

♥ ડયુટેરિયમનો શોધક - હેરોલ્ડ ક્લેટન ઉરી ♥


પૃથ્વી પર મળી આવતા મૂળભૂત તત્ત્વો તેના અણુમાં રહેલા પ્રોટીનની સંખ્યાના આધારે ઓળખાય છે અને આવર્ત કોષ્ટકમાં તો જ નંબર અપાય છે પરંતુ એક જ પદાર્થમાં ક્યારેક અણુમાં ન્યુટ્રોનની સંખ્યા વધુ હોય તેવા પદાર્થને તેનો આઇસોટોપ કહે છે કહે છે જેમાં પદાર્થના ગુણધર્મો બદલાતા નથી પણ વજન  વગેરે બદલાય છે. રસાયણશાસ્ત્રમાં આઇસોટોપનું ખાસ મહત્ત્વ છે.

યુરેનિયમ એક જ હોય પણ તેના અણુમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રમાણે તે વિવધ પ્રકારના બને છે અને યુરેનિયમ-૨ કે ૪ જેવા નામોથી ઓળખાય છે. ડયુટેરિયમ નામનો પદાર્થ આ સિદ્ધાંતના આધારે શોધાયો હતો તેને મૂળભૂત તત્ત્વોના કોષ્ટકમાં સ્થાન મળ્યું હતું. ડયુટેરિયમનો ઉપયોગ અણુ ઊર્જા કેન્દ્રો તેમજ અણુ પ્રયોગોમાં થાય છે. આ પદાર્થની શોધ હેરોલ્ડ ઉરી નામના વૈજ્ઞાનિકે કરેલી. આ શોધ બદલ તેને ૧૯૩૪માં કેમિસ્ટ્રીનું નોબેલ ઇનામ મળેલું.

હેરોલ્ડ ક્લેટન ઉરીનો જન્મ ઇ.સ. ૧૮૯૩ના એપ્રિલની ૨૯ તારીખે અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના વોકરટોન ગામે થયો હતો.

તેના પિતા શિક્ષક અને ચર્ચમાં મિનિસ્ટર હતા. ઉરી ૬ વર્ષનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયેલું.

પ્રાથમિક- શિક્ષણ સ્થાનિક સ્કૂલમાં લીધા પછી તે કેન્ડવિલેની હાઇસ્કૂલમાં જોડાયો હતો. અર્લહામ કોલેજમાંથી ગ્રેજ્યુએટ બન્યા બાદ તે શાળામાં શિક્ષક તરીકે જોડાયો હતો. મોન્ટાના ખાતે શિક્ષકની નોકરી દરમિયાન તે વધુ અભ્યાસ માટે મોન્ટાના યુનિવર્સિટીમાં જોડાયો અને ઝુલોજીમાં વિજ્ઞાાનની ડિગ્રી મેળવી.

તે સમયે પ્રથમ વિશ્વયુદ્ધ શરૃ થયું હતું. ઉરે બેરેટ કેમિકલ કંપનીમાં વિસ્ફોટકો બનાવવા જોડાયો. યુદ્ધ પૂરું થયા બાદ મોન્ટાના આવી તેણે કેમિસ્ટ્રીના શિક્ષક તરીકે કારકીર્દિ શરુ કરી. થર્મોડાઇનેમિક અને આઇસોટોપ ક્ષેત્રે સંશોધનો કરીને તેણે પીએચડીની ડિગ્રી મેળવી અને કોપનહેગન ગયો. કોપનહેગનમાં તે વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાનીઓ આઇન્સ્ટાઇન અને ફ્રેન્કને મળેલો.

ત્યારબાદ અમેરિકા આવીને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાયો. ઇ.સ. ૧૯૩૧માં તેણે ડયુટેરિયમની શોધ કરી. ડયુટેરિયમ ભારે હાઇડ્રોજનનું સ્વરૃપ હતું. ત્યારબાદ લાંબી સંશોધન કારકિર્દીમાં તેણે અણુ બોમ્બ બનાવવાના અમેરિકાના પ્રોજેક્ટમાં પણ સેવા આપેલી. નોબેલ ઇનામ ઉપરાંત તેને ફ્રેન્કલીન મેડલ, નેશનલ મેડલ ઓફ સાયન્સ વિગેરે અને સન્માનો મળેલા ઇ.સ. ૧૯૮૧ના જાન્યુઆરીની પાંચમી તારીખે તેનું અવસાન થયું હતું.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.