આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday 23 March 2016

♥ કીડી જેવા જંતુઓની અદ્ભૂત તાકાતનું રહસ્ય ♥


કીડી પોતાના શરીર કરતા ૫૦ ગણું વજન ઊંચકીને ચાલી શકે છે. વજન ઉંચકવાની બાબતમાં કીડી મોટા પ્રાણીઓ કરતાંય વધુ તાકાતવાળી ગણાય. માણસ પોતાના વજન કરતા વધુ વજન ઊંચકે તો થાકી જાય વજન ઉંચકનારા હાથી, ઘોડા, ખચ્ચર, ઊંટ કે બળદ પણ કીડી જેટલી તાકાત ધરાવતા નથી.

કીડી, મકોડા, ઇયળ જેવાં કીટકો પોતાના શરીર કરતાં  અનેકગણું વજન ઊંચકીને ચાલી શકે છે તેની આ શક્તિનું રહસ્ય જાણો છો ? કીટકોના સ્નાયુઓ તાંતણા સ્વરૃપે હોય છે. વળી  નાનકડા કીટકના શરીરમાં ૪૦૦૦ સ્નાયુઓ હોય છે સાદી રચનાને કારણે તે જલદીથી થાકતા નથી. માણસમાં ૬૫૬ સ્નાયુઓ હોય છે. મોટા ભાગના કીટકો છ પગવાળા  હોય છે એટલે તેમણે ઊંચકેલું વજન જમીનની સપાટીથી ખૂબ જ નજીક હોય છે એટલે તે સરળતાથી ઊંચકી શકે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.