આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 30 July 2016

♥ વાંસના ઝાડ વિશે તમે કેટલું જાણો છો? ♥


વાંસને હવે માત્ર ઠાઠડી બાંધતી વખતે જ યાદ કરાય છે. વાંસના ઝાડ આંબા કરતાંય મોભાદાર છે.

આંબો દસ વર્ષે કેરી આપે તો વાંસ ૩૦ વર્ષે, ૬૦ વર્ષે કે ૧૨૦ વર્ષે નવા ફૂલ મુકીને તેનાં બીજ આપે છે. વાંસ વિષે આપણું જ્ઞાન મર્યાદિત છે.

વાંસના વૃક્ષનાં પાંદડામાં બીજા ઘાસ કરતા ચાર ગણું પ્રોટીન હોય છે.

તેનામાં સિલિકા ધાતુના અંશ હોઇ તે અત્યંત મજબૂત છે.

હોંગકોંગની બહુમાળી ઇમારતો બાંધવા વાંસના માંચડા હજી કામે લેવાય છે.

વાંસના માવામાંથી ઉત્તમ કાગળ પણ બને છે.

દરેક વાંસના વૃક્ષની અંદર એક આંતરિક ઘડિયાળ છે. ચીન, મલેશિયા કે ગુજરાત કે આસામના વાંસના રોપને તમે જગતના કોઇ પણ છેડે લઇને રોપી દો. બધા જ દેશોના વાંસના વૃક્ષ પર એક જ દિવસે ફૂલ ઉગશે. એક જ દિવસે બીજ ખીલીને ખેરવાઇ જશે અને કુદરતી રીતે એક જ દિવસે વાંસનું વૃક્ષ સુકાઇને ઢળી પડશે!


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.