આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 21 August 2016

♥ ધૂમકેતુ ♥

ધૂમકેતુનું કેન્દ્ર બરફનું બનેલું હોય છે. દરેક ધૂમકેતુના કેન્દ્ર જુદાં જુદાં કદનાં એક મીટરથી માંડી હજારો કિલોમીટરના વ્યાસના હોય છે.

ધૂમકેતુ સૂર્ય નજીકથી પસાર થાય ત્યારે પોતાનું થોડું દળ ગુમાવે છે. કાળક્રમે ધૂમકેતુ બધું જ દળ ગુમાવી તૂટી પડે છે.

ધૂમકેતુના કેન્દ્રમાં રહેલો બરફ થીજેલું પાણી નહી પણ જામેલા મિથેન, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઈડ વાયુઓ છે. તેમાં રજકણો અને અન્ય અવકાશી ઘન કણો પણ હોય છે.

ધૂમકેતુ પર પડતા પ્રકાશના કિરણોમાંથી ૯૬ ટકા કિરણોનું શોષણ થાય છે. બાકીના ૪ ટકા કિરણોનું પરાવર્તન કરે છે.

ધૂમકેતુ ખૂબજ ઝડપથી ગતિ કરે છે ત્યારે તેના કેન્દ્રની આસપાસના ધૂળ વગેરેના રજકણો પાછળની તરફ ફંગોળાઈને પૂંછડી જેવો આકાર બને છે તેથી તેને પૂંછડિયા તારા પણ કહે છે.

સૂર્યમાળામાં ૩૦૦૦ જેટલા ધૂમકેતુઓ ફરી રહ્યા છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.