આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 28 October 2016

♥ નોબેલ પ્રાઇઝ ♥

મહાન વિજ્ઞાાની આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં સ્વીડનની નોબેલ સંસ્થા વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન કરનાર વ્યક્તિઓને નોબેલ ઇનામ આપે છે. ૧૯૦૧થી શરૂ થયેલી આ પરંપરા મુજબ દર વર્ષે નોબેલ ઇનામો એનાયત કરાય છે. વિશ્વના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત એવા આ ઇનામની કેટલીક વાતો રસપ્રદ છે.

નોબેલ પ્રાઇઝ મેળવનાર સૌથી વૃદ્ધ લિયોનીડ હર્વીત્ઝે ૨૦૦૭માં ૯૦ વર્ષની ઉંમરે ફિઝિક્સનું નોબેલ મેળવેલું.

નોબેલ ઇનામના ઇતિહાસમાં ૧૯૬૪માં સાહિત્ય ક્ષેત્રે જીન પોલ સાર્ત્રે અને શાંતિ ક્ષેત્રે ૧૯૭૩માં લી ડયુકે એમ બે વાર નોબેલનો અસ્વીકાર કર્યો હતો.

નોબેલ પ્રાઇઝ મેળવનાર પત્રકાર કાર્લ વોન, મ્યાંમારના સમાજસેવિકા ઓંગ સૂ કી અને ચીનના કાર્યકર લીઉ ઝીયાબા એ ઇનામ જાહેર થયું ત્યારે જેલમાં હતા.

૧૯૦૧થી ૨૦૧૫ સુધીમાં કુલ ૫૭૩ નોબેલ પ્રાઇઝ અપાયાં છે.

૨૦૧૬ સુધીમાં ૮૭૪ વ્યક્તિઓ અને ૨૬ સંસ્થાઓને નોબેલ ઇનામ મળ્યાં છે.

૨૦૧૪માં શાંતિનું નોબેલ મેળવનારા મલાલા યુસુફઝાઈ સૌથ નાની વયની નોબેલ વિજેતા છે. તેની જન્મ તારીખ ૧૨મી જુલાઈ ૧૯૯૭ છે.

૧૯૦૧થી ૨૦૧૫ સુધીમાં ૪૯ મહિલાઓને નોબેલ ઇનામ અપાયાં છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.