આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 28 January 2017

♥ ભારતના સ્વતંત્રતા દિવસ - 15મી ઓગસ્ટે દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે જ્યારે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ કેમ ધ્વજ ફરકાવે છે ??

15મીએ વડાપ્રધાન અને 26મીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. આ સવાલનો જવાબ જાણવાતમને જરૂર ગમશે. સ્વતંત્રતા દિવસ પર પોલિટિકલ હેડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. દિલ્હીમાં હિસ્ટોરિક લાલ કિલ્લા પર વડાપ્રધાન ધ્વજવંદન કરે છે. આ દિવસે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરતા નથી. કારણ કે, તે સંવિધાનિક હેડ છે અને 1950 સુધી ભારતનું બંધારણ પણ ઘડાયું ન હતું અને કોઈ રાષ્ટ્રપતિ પણ બન્યા ન હતા. તેથી સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન જ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.
જ્યારે કે, ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી, 1950ના રોજ ઘડાયું હતું. આ દિવસે ભારત પાસે બંધારણીય પ્રમુખ હતા, જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાયા હતા. ત્યારથી દર 26મી જાન્યુઆરીએ ભારતના બંધારણીય પ્રમુખ એટલે કે, રાષ્ટ્રપતિ જ રાજપથ પર ત્રિરંગો લહેરાવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.