આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 28 January 2017

♥ સૌથી વધુ આયુષ્યમાન પ્રાણીઓ ♥



🔘 કોલકાતા અલિપોર ઝૂનો અદ્વૈત નામનો કાચબો વિશ્વમાં સૌથી વધુ ૨૫૫ વર્ષનું આયુષ્ય ભોગવી ૨૦૦૬ના માર્ચમાં મૃત્યુ પામેલો.

🔘 સેન્ટ હેલેના ટાપુ પર રહેતો જોનાથન નામનો કાચબો ૧૮૪ વર્ષનો છે અને સૌથી વધુ આયુષ્યમાન જીવિત પ્રાણી છે.

🔘 સુમાત્રાનું નોન્જા નામનું ઉરાંગઉટાંગ ૨૦૦૭ના ડિસેમ્બરમાં ૫૫ વર્ષે મૃત્યુ પામેલું. તે સૌથી આયુષ્યમાન ઉરાંગઉટાંગ હતું.

🔘 ન્યુઝિલેન્ડના સાઉથલેન્ડ મ્યુઝિયમનું ટુઆટારા નામનું ગરોળી જેવું પ્રાણી હેનરી ૧૧૧ વર્ષનું છે અને હયાત છે તેની જાતિનું તે સૌથી  વૃધ્ધ છે.

🔘 મગરની જાતિમાં સૌથી વધુ આયુષ્ય બેલગ્રેડ ઝૂમાં રહેતો મુજા નામનો અમેરિકન મગર ૮૦ વર્ષનો છે.

🔘 તાઈપેઈ ઝૂનો એશિયન હાથી લીન વાંગ ૨૦૦૩ના ફેબ્રુઆરીમાં મૃત્યુ પામેલો. તે સૌથી વધુ ૮૬ વર્ષની વયનો હાથી હતો.

🔘 ઘોડામાં સૌથી વધુ આયુષ્ય ભોગનાર ઓ લીલી હતો. તે લંડનમાં ઈ.સ. ૧૮૨૨માં ૬૨ વર્ષની વયે મૃત્યુ પામેલો.

🔘 સાન ફ્રાન્સિસ્કો ઝૂનો એલી નામનો કાળો ગેંડો ૪૫ વર્ષનો છે. આજે જીવિત હોય તેવો સૌથી વયસ્ક ગેંડો ગણાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.