આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 27 February 2017

♥ વિશ્વનું સૌથી ઊંચાઇ ધરાવતું વૃક્ષ રેડવૂડ ♥



🌴 નાળિયેરી કે તાડના વૃક્ષોની હાઇટ આપણને ખૂબ લાગતી હોય છે, સામાન્ય રીતે આ વૃક્ષો ખૂબ ઊંચા હોય છે, પરંતુ ઉત્તર અમેરિકાના પેસેફિક સમુદ્ર કિનારાના કેલિફોર્નિયામાં થતાં રેડવૂડના વૃક્ષો વિશ્વના સૌથી ઊંચાઇ ધરાવતા વૃક્ષો છે.

🌴 રેડવૂડ ઊંચા તો છે જ સાથે સાથે તેમના નામે બીજો પણ એક રેકોર્ડ છે. તે બધા વૃક્ષોમાં સૌથી વધારે ૧૮૦૦ થી ૨૦૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ વૃક્ષોની બીજી વાતો પણ જાણવા જેવી છે.

🌴 રેડવૂડના વૃક્ષો સામાન્ય રીતે ૨૦૦ ફૂટ ઊંચા હોય છે, હાલમાં કેલિફોર્નિયાના નેશનલ પાર્કમાં સૌથી ઊંચું રેડવૂડ ૩૭૯ ફૂટનું ઊંચું છે. આ પાર્કમાં ૩૬૫ ફૂટથી વધુ ઊંચા ૪૧ રેડવૂડ પણ છે.

🌴 રેડવૂડના થડનો ઘેરાવો ૧૮ થી ૨૦ ફૂટ હોય છે. રેડવૂડના થડમાં નીચેના ભાગે બાકોરું પાડીને તેમાંથી કાર પસાર થઈ શકે તેવો રસ્તો પણ બને છે.

🌴 વિશ્વનું સૌથી વૃદ્ધ રેડવૂડ ૨૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે. પૃથ્વી પર ડાઈનાસોર હતાં ત્યારે પણ રેડવૂડના જંગલો હતા.

🌴 રેડવૂડનું વૃક્ષ એક વર્ષમાં ૬ ફૂટ વધે છે. બીજ વાવ્યા પછી ૫૦ વર્ષમાં ૧૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચી જાય છે.

🌴 રેડવૂડના જંગલ અન્ય વૃક્ષો કરતાં વાતાવરણમાંથી સૌથી વધુ કાર્બન ડાયોકસાઈડનું શોષણ કરી હવા શુદ્ધ કરે છે.

🌴 રેડવૂડનું લાકડું આગ, જીવજંતુઓ અને રોગો સામે સૌથી વધુ પ્રતિકારકશક્તિ ધરાવે છે. મકાનો બાંધવામાં તેનો ઉપયોગ થાય છે.

🌴 રેડવૂડ બારેમાસ લીલા રહે છે. તેના પાન ટૂંકા હોય છે. રેડવૂડ પર એક ઈંચ વ્યાસના લંબગોળ કવથવાળા ફળ બેસે છે.

🌴 રેડવૂડના વૃક્ષો નદીનાં પૂર સામે વધુ પ્રતિકાર કરી શકે છે. એટલે દરિયાકાંઠાનું ધોવાણ અટકાવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.