આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 14 March 2017

♥ રોજ માત્ર 2 કલાક દરિયામાંથી બહાર આવતો રસ્તો ♥

યુકેના એક ક્રેઝી ડ્રાઇવરે દરિયામાં ભરતી આવ્યા પછી હોલી ટાપુથી કિનારા તરફના રસ્તા પર ફુલ સ્પીડમાં જીવના જોખમે કાર ડ્રાઇવ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આવો જ ડ્રાઇવર્સની પરિક્ષા લેતો રોડ ફ્રાંસમાં છે. આ રસ્તો દિવસમાં માત્ર બે વાર માત્ર બે જ કલાક માટે દેખાય છે. બાકીનો સમય ભરતીને કારણે આ રસ્તો દરિયામાં ડૂબેલો જ રહે છે. રસ્તાની ચારે તરફ પાણી જ પાણી હોય છે. આ રસ્તો દરિયા કાંઠાથી નોઇરમોટીયર ટાપુ સુધીનો છે.આ રસ્તો એટલાન્ટિક દરિયાકાંઠે આવેલો છે. રસ્તાની લંબાઇ 4.5 કિમી છે. ફ્રાંસમાં આ રસ્તો 'પેસેજ ડુ ગોઇસ' (Passage du Gois) નામથી જાણીતો છે. ફ્રેચમાં 'ગોઇસ'નો અર્થ 'જૂતાં ભીનાં કરી રસ્તો પાર કરવો' એવો થાય.


- વર્ષ 1701માં પહેલીવાર આ રસ્તાને નક્શામાં દર્શાવવામાં આવ્યો. આ રસ્તાને પાર કરવો ખૂબ જ ખતરનાક ગણવામાં આવે છે.

- અહીં દિવસમાં બે વખત એક અથવા બે કલાક માટે રસ્તો દેખાય, પછી અચાનક બંને કિનારાઓ પર પાણીનું લેવલ વધવા લાગે છે.

- અહીંયા ઊંડાઇ 1.3 મીટરથી 4 મીટર સુધીની હોય છે. રિપોર્ટ અનુસાર, આ રસ્તા પર દર વર્ષે ઘણા લોકો એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે.

- ઘણા સમય સુધી અહીંયા માત્ર બોટ દ્વારા લોકો આવ-જા કરતાં હતા. કેટલાંક વર્ષ પછી બોરનેઉફના અખાતમાં કાંપ જમા થવા લાગ્યો.

- પછી અહીંયા પાકો રસ્તો બનાવવામાં આવ્યો. અહેવાલ અનુસાર, વર્ષ 1840માં અહીંયા કાર અને ઘોડા પર લોકો આવ-જા કરતાં.

- વર્ષ 1986 પછી અહીંયા અનોખી રેસ યોજાતી.

- વર્ષ 1999માં આ અનોખા રસ્તાનો ઉપયોગ 'ટૂર ડી ફ્રાંસ' (વિશ્વ વિખ્યાત સાયકલ રેસ) માટે પણ કરવામાં આવ્યો હતો.

TO SEE THE VIDEO CLICK KERE

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.