આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 10 April 2017

♥ સૂર્ય ♥




🌠 સૂર્ય બ્રહ્માંડનો તેજસ્વી તારો છે. તેમાંથી છૂટા પડેલા ગ્રહો, લઘુગ્રહો અને અવકાશી પદાર્થો તેની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી તેમાંનો એક ગ્રહ છે. સૂર્ય પૃથ્વીને ઉર્જા અને પ્રકાશ આપે છે.

🌠 સૂર્યમાં રહેલા વાયુઓનો જથ્થો શાંત નથી પણ સતત ઉકળતા ચરુની જેમ અગનજ્વાળાઓ પ્રગટ કરે છે. સૂર્યના કેન્દ્રમાં પ્રચંડ તાપમાન હોય છે.

🌠 સૂર્યને ચાર આવરણ હોય છે.  કેન્દ્ર, રેડિયોએકિટવ ઝોન એટલે વિકિરણોનો વિસ્તાર,  કન્વેકિટવ ઝોન એટલે પ્રસારણ વિસ્તાર, અને ઉપલી સપાટી સૂર્યના ગોળામાં ૭૩ ટકામાં કાર્બન, નાઈટ્રોજન, સલ્ફર, સિલિકોન વગેરે ૫૦ જેટલા પદાર્થો હોય છે.

🌠 પ્રચંડ ગરમીને કારણે સૂર્યના પેટાળમાં ઉથલપાથલ થતી રહે છે. પરિણામે સપાટી પણ સતત પ્રવૃતિશીલ રહે છે. તેને કારણે સપાટી પર ઘણા પરિબળ પેદા થાય છે. સૌર પવનો અને સૌર કિરણો તેમાંના એક છે. સોલર વાઈન્ડ કે સૌર પવન એ પવન  નથી. પણ પ્રચંડ તાપમાનમાં હાઈડ્રોજન પ્લાઝમાં બની જાય તેના ઇલેકટ્રોન કણો પવનની જેમ બહાર ફેંકાય છે.

🌠 સૂર્યનો વ્યાસ ૬૯૫૦૦૦ કિલોમીટર છે.

🌠તે પોતાની ધરી પર આપણા ૨૬.૮ દિવસમાં એક ચક્ર પુરું કરે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.