આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 18 April 2017

♥ પતંગિયાનું અનોખું જીવન ♥

🌀 પ્રાણી,પક્ષીઓ અને જંતુઓના જીવનમાં અનેક આશ્ચર્યજનક વિવિધતા જોવા મળે. કેટલાક જીવો જન્મે ત્યારે જુદા સ્વરૂપ હોય અને મોટાં થઈને જુદું જ રૂપ ધરે. જંતુઓમાં આ વિશેષતા વધુ જોવા મળે છે.

🌀 રંગબેરંગી પાંખોવાળું પતંગિયું જન્મે ત્યારે સામાન્ય ઇયળ હોય છે. તેમાંથી સુંદર પાંખોવાળુ પતંગિયું કેવી રીતે બને તે પણ જાણવા જેવું છે.

🌀 માદા પતંગિયું કોઈ ફૂલની પાંખડી કે પાંદડા પર ઇંડા મૂકે છે. તેના ઇંડા આપણને નરી આંખે દેખાય નહીં. તેટલા ઝીણા હોય છે. ઇંડામાંથી સુક્ષ્મકદની ઇયળ બહાર આવે છે. ઇયળ વનસ્પતિ ખાઈને મોટી થાય છે. તે મોટી થાય એટલે તેની ચામડી ઉતરવા માંડે અને નવી ચામડી આવે. આ નવી ચામડી સખત બનીને નાનકડો કોશેટો બને. ઝીણા કદનો લંબગોળ પણ સખત કોશેટો પાંદડા પર ચોંટી રહે છે.

🌀 દરમિયાન અંદરની ઇયળનું શરીર તૂટીને જંતુ આકાર લે છે. તેને પગ અને પાંખો ઊગે છે. તે મોટું થયા પછી કોશેટો તોડીને બહાર આવે છે. ઇંડામાંથી પતંગિયુ બનાવાના જીવનચક્ર દરમિયાન વિવિધ રૂપાંતર પર હવામાનની અસર થાય છે. પરંતુ ઇંડામાંથી ઇયળ બહાર નીકળ્યા પછી નાનાં પતંગિયા ૯ મહિનાથી એક વર્ષ જીવે છે.

🌀 પતંગિયાં ઇયળ સ્વરૂપે હોય ત્યારે વનસ્પતિ ખાઈને મોટા થાય પરંતુ પતંગિયું બન્યા પછી તે ખાઈ શકતાં નથી. માત્ર ફૂલોનો રસ ચૂસી શકે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.