આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 10 April 2017

♥ ગ્રહમાળાનો રાજા - ગુરુ ♥

🌕 સૂર્યમાળાનો સૌથી મોટો ગ્રહ ગુરુ માત્ર કદમાં જ નહીં પરંતુ અનેક રીતે વિશિષ્ટ અને સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. સંસ્કૃતમાં તેને ' દેવગુરુ' ની ઉપમા આપી છે. તે જ્ઞાાનનો સાગર અને બધા દેવોનો ગુણ મનાય છે.

🌕 ગ્રીક દંતકથાઓમાં પણ ગુરુ જુનો કે દેવોના દેવ તરીકે ઓળખાય છે. ગુરુની ઉત્પતિ પણ જુદી રીતે થઈ હતી.

🌕 ગુરુ સૂર્યથી વધુ અંતરે હોવાથી સૂર્યની ૧૨મા ભાગની ઉર્જા તેને મળે છે. પૃથ્વી કરતાં તે ૧૨ ગણી મોટી છે.

🌕 ગુરુની ઘનતા એક ચોરસ સેન્ટિમીટરે ૧.૩૩ ગ્રામ છે તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ છે. ગુરુ વિરાટ અને વજનદાર હોવા છતાય તે પોતાની ધરી પર ઝડપથી ફરે છે.

🌕 તે આપણા ૧૦ કલાકમાં એક ચક્ર પૂર્ણ કરે છે.

🌕 ગુરુના કેતુમાં ધાતુઓ અને ખડકો છે. હાઇડ્રોજન અને હિલિયમ તેના મુખ્ય તત્વો છે. તે ઝડપથી ફરતો હોવાથી તેનું ચુંબકીપ ક્ષેત્ર બળવાન છે.

🌕 ગુરુને શનિ જેવી રિંગ પણ છે. તેને ૬ર ચંદ્રો છે.

🌕 ગુરુ સૂર્યથી દૂર હોવાથી સૂર્યની પ્રદક્ષિણા કરતાં આપણા ૧૨ વર્ષ લાગે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.