આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 8 June 2017

♥ કિંગ ઓફ કોઇન્સ ♥



🌟 તે ખૂબ પૈસાદાર છે, એવું કોઇ માટે કહીએ ત્યારે તે વ્યક્તિ પાસે અઢળક રૂપિયા હશે તેવી વાત મગજમાં આવે, જોકે અહીં આ જ વાત થોડી અલગ રીતે કહેવી પડે તેમ છે, કારણ કે મનિષ ધામેજા નામનો ભારતીય પૈસાદાર છે, પણ તેની પાસે સિક્કાઓ વધુ છે.

🌟 વધારે વાતને ન ગુચવતા અહીં લખવું રહ્યું કે ખેરીમાં રહેતો મનીશ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે, તેને નાનપણથી જ સિક્કા ભેગા કરવાનો શોખ હતો, તેથી તેણે નાનપણથી જ સિક્કા ભેગા કરવાની શરૂઆત કરી.

🌟 તેનું સિક્કાનું કલેક્શન જોઇને એકવાર તેના મિત્રએ તેને સજેશન આપ્યું હતું કે માત્ર ભારતનાં જ નહીં દેશ-વિદેશના સિક્કા ભેગા કરી, કયા સિક્કા શેના બન્યા છે, કયા સમયના છે, અને કયા સમયગાળા દરમિયાન તેને વાપરવામાં લેવાતા હતાં તે બધો જ રેકોર્ડ બનાવ.

🌟 પોતાના મિત્રની આ વાર મનિષને ખૂબ ગમી અને તેણે પોતાની પાસે રહેલા સિક્કાઓની વિગત નોંધવાની પણ શરૂઆત કરી. એટલું જ નહિ, મનિષના સગાં સંબંધીઓમાંથી પણ કોઇ દેશ-વિદેશ ફરવા ગયું હોય તેમની પાસે મનિષ અચૂક ત્યાંના પૈસાના સિક્કા મંગાવવાનું ભૂલે નહિ, પરિણામે મનિષ પાસે અઢળક પૈસાના સિક્કાનો સ્ટોક તેની દરેકે દરેક વિગત સાથે થવા લાગ્યો.

🌟 તે જણાવે છે કે તેની પાસે દરેક ધાતુના બનેલા સિક્કા અને તેની વિગતો ઉપલબ્ધ છે. તેની પાસે સોળમી સદીમાં વપરાતા સિક્કા પણ હાજર છે.

🌟 આમ મનિષ ધામેજાને તેના પૈસાના સિક્કના સૌથી વધારે કલેક્શન માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ચૂક્યું છે. અને તે હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પેજ ઉપર કિંગ ઓફ કોઇન્સ તરીકે ઓળખાય છે.

🌟 મનિષ હાલ સિક્કા ઉપર જ પીએચડી કરી રહ્યો છે અને તેની પાસે અલગ-અલગ ૯ ડિગ્રી ઉપલબ્ધ છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.