આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 8 June 2017

♥ કયા પ્રાણીના મગજનું વજન શરીરના હિસાબે કેટલું? ♥



👉🏻 આપણા શરીરના હિસાબે અન્ય પ્રાણીઓના મગજ તપાસીએ તો સૌથી વજનદાર પ્રાણી વ્હેલ હોય છે.

🔮 સ્પર્મ વ્હેલનું વજન સરેરાશ ૪૫૦૦૦ કિલોગ્રામ હોય છે. એનું મગજ ૭ કિલોગ્રામ હોય છે. આટલું મોટું મગજ કોઈ પ્રાણીનું નથી હોતું. પરંતુ શરીરના વજનના હિસાબે ગણો તો આ મગજ સાવ નાનું રાઈના દાણા જેવું કહેવાય.

🔮 શરીરના વજનમાં ગણીએ તો બ્લ્યુ વ્હેલનું વજન સૌથી વધારે હોય છે. આ વ્હેલ ૧,૫૦,૦૦૦ કિલોગ્રામ વજન ધરાવે છે. એનું મગજ ૫ કિલોનું હોય છે.

🔮 ધરતી ઉપરનું સૌથી વજનદાર પ્રાણી હાથી છે. હાથીનું સરેરાશ વજન ૫,૪૦૦ કિલોગ્રામ હોય છે અને એનું મગજ આશરે ૫ કિલો જેટલું હોય છે. આ રીતે શરીરના હિસાબે મગજની સાઈઝ તપાસીએ તો વ્હેલ કરતાં હાથીનું મગજ મોટું હોય છે.

🔮 પર્વતીય ગોરિલ્લાનું સરેરાશ વજન ૨૦૦ કિલોગ્રામ હોય છે. ગોરિલ્લા માણસો પછી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. એનું વજન ૪૩૦ ગ્રામનું હોય છે. સામાન્ય વાંદરાનું વજન જાતિ પ્રમાણે વધતું ઓછું હોય છે, પરંતુ સરેરાશ ગણીએ તો ૧૦-૧૨ કિલોની આવે. એમના મગજનું વજન માત્ર ૨૨ ગ્રામ હોય છે.

🔮 ગોરિલ્લા પછી માણસની હરોળનું મગજ ચિમ્પાન્ઝીનું હોય છે. એમનું સરેરાશ વજન ૬૦ કિલો હોય છે. માણસોનું પણ સરેરાશ વજન ૬૦-૬૫ કિલો જ ગણવામાં આવે છે. અને એમનું મગજ ૩૫૦ ગ્રામનું હોય છે. વિજ્ઞાાનીઓ કહે છે કે આપણે બે પગે ચાલતાં શીખ્યા અને માનવ બન્યા એ પહેલાં આપણા મગજનું વજન પણ ૩૫૦ ગ્રામ જ હતું.

🔮 વોલરસ નામનું પ્રાણી નેશનલ જ્યોગ્રાફિક ચેનલ ઉપર જરૂર જોયું હશે. મોટી મૂછો જેવા વાળ ધરાવતા મોંમાંથી બે હાથીના દંતશૂળ જેવા દાંત નીકળ્યા હોય એવા આ જળચર પ્રાણીનું વજન સરેરાશ ૧૦૦૦ કિલો હોય છે. એના મગજનું વજન ૧.૧ કિલોગ્રામ હોય છે. આ પ્રાણીની ખૂબી એ છે કે તે ઊંઘતું હોય તો પણ એનું અડધું મગજ કામ કરતું જ રહે છે.

🔮 ડોલ્ફિન માછલીનું વજન એની જાત પ્રમાણે ૮૦ કિલોથી ૫૦૦૦ કિલોગ્રામ સુધી હોય છે. સરેરાશ ગણીએ તો ૨૪૦૦ કિલોગ્રામ વજન થાય. ડોલ્ફિન માછલીનું મગજ ૨ કિલોગ્રામનું એટલે કે આપણા કરતાં મોટું હોય છે. જોકે એના વજનના હિસાબે ગણીએ તો શરીરના વજન કરતાં ૧૨૦૦ ગણું નાનું મગજ કહેવાય. છતાં ડોલ્ફિન માછલી બીજી બધી માછલીઓમાં સૌથી બુદ્ધિશાળી ગણાય છે.

🔮 બિલાડીનું સરેરાશ વજન ૪ કિલોગ્રામ હોય છે. એના મગજનું વજન ૩૦ ગ્રામ હોય છે.

🔮 કૂતરાનું વજન સરેરાશ ૫૦ કિલોગ્રામ હોય છે અને તેના મગજનું વજન ૭૦ ગ્રામ હોય છે.

🔮 ઉંદરનું શરીર માત્ર ૪૦ ગ્રામ હોય છે અને તેનું મગજ માત્ર બે ગ્રામનું હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.