આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 30 June 2017

♥ સૌથી મોટો હંસ - મ્યુટ સ્વાન ♥



💟 સફેદ દૂધ જેવા હંસ જળાશયમાં રહેનારા સુંદર પક્ષી છે. હંસની ઘણી જાત જોવા મળે છે. યુરેશિયામાં સૌથી મોટા કદના હંસ જોવા મળે છે. આ હંસ અવાજ કરી શકતા નથી એટલે તેને મ્યૂટ સ્વાન કહે છે.

💟 હંસ પુરાણકાળનું પક્ષી છે. ૧૩૦૦૦ વર્ષ જૂના હંસના ફોસિલ્સ મળી આવ્યા છે.

💟 યુરેશિયાના હંસ ચારથી પાંચ ફૂટ લાંબા હોય છે. પાંખનો ઘેરાવો ૭થી ૯ ફૂટ હોય છે. આ હંસ સૌથી વજનદાર ઊડનારા પક્ષી છે. તે ૧૪ કિલો વજનના હોવા છતાં સરળતાથી ઊડી શકે છે.

💟 મ્યૂટ સ્વાન તદ્દન સફેદ હોય છે. તેની ચાંચ કેસરી રંગની હોય છે. તે જળાશયને કિનારે માટીના ઢગલામાં માળો બાંધે છે. લાંબી અને આકર્ષક વળાંકવાળી ડોકથી  તે છટાદાર દેખાય છે.

💟 આ હંસ મોટે ભાગે વનસ્પતિ ખાય છે. નર અને નર અને માદા હંસ જોડી બનાવીને કાયમ  સાથે રહે છે. માળાની દેખરેખમાં તે ખૂબ જ ચોકસાઇ રાખે છે. બચ્ચાં પર જોખમ ઊભું થાય તો આક્રમક બની જાય છે.

💟 બ્રિટનમાં હંસ પાળવાનો રિવાજ હતો. બ્રિટનના શાહી પરિવારમાં અનેક હંસ હતા અને તે રોયલ બર્ડ કહેવાતા. હંસ સુંદર પક્ષી હોવાથી ઘણા દેશોમાં તેનો ઉછેર થાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.